આદિવાસી ગૃહિણીઓના આરોગ્યની ચિંતાને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ નિર્ધૂમ ચૂલાનું વિતરણ નવસારી:આદિવાસી ઘરોમાં અને ખાસ કરીને ગરીબોના ઘરે આજે પણ રસોઈ ચૂલા પર બને છે. પરંતુ ચૂલો સળગાવવા લાકડા અને લાકડા સળગાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. જેને કારણે ગૃહિણીઓના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડા, ધુમાડા અને ઝડપથી સળગતા થર્મલ આધારિત ચૂલા આપી આદિવાસી મહિલાઓને ધુમાડા કાઢતા દેશી ઘરેલુ ચૂલાથી મુક્તિ આપવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો Corruption in Navsari: સરકારે આપેલી 29 લાખની ગ્રાન્ટ સરપંચ કરી ગયાં ચાઉં, DDOએ કર્યા સસ્પેન્ડ
ચૂલાનો મોટાપાયે ઉપયોગ:નવસારી આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અહીંના ગામડાઓમાં આજે પણ રસોઈ બનાવવા કાચા ચૂલાનો મોટાપાયે ઉપયોગ થાય છે. જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ગામડાઓમાં આદિવાસી મહિલાઓ જંગલ વિસ્તારમાંથી લાકડા શોધી લાવે છે. પરંતુ ચૂલામાં લાકડા સળગાવવા મહિલાઓએ પ્લાસ્ટિકની કોથળીઓ પણ શોધવી પડે છે, કારણ પ્લાસ્ટિકના ઉપયોગ થકી લાકડા જલદી સળગે છે. પરંતુ ચૂલામાં પ્લાસ્ટિક સાથે સળગતા લાકડા ધુમાડો વધુ કરે છે. તેના કારણે મહિલાઓને આંખમાં બળતરા થવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.
મહિલાઓને થર્મલ આધારિત ચૂલા:આદિવાસી મહિલાઓની આ રોજિંદી સમસ્યા જાણી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તેના સમાધાનનો પ્રયાસ શોધ્યો ખાનગી કંપનીના થર્મલ આધારિત નિર્ધૂમ ચૂલામાં. કંપનીના સહયોગથી વાંસદાના તમામ ગામોમાં ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા આદિવાસી ગરીબ મહિલાઓને થર્મલ આધારિત ચૂલા વિના મૂલ્યે આપવમાં આવી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ચૂલા આપવામાં આવ્યા છે.
ધારાસભ્યએ આદિવાસી ગૃહિણીઓને કરવા પડ્યા નિર્ધૂમ ચૂલા વિતરણ
ઓછા સમયમાં રસોઈ:વાંસદાની આદિવાસી મહિલાઓએ જંગલમાંથી લાકડાં લાવવા મુશ્કેલી રૂપ હોય છે. ઝાડ કાપવા, એના લાકડા કરવા અને વજનવાળા લાકડા ઉંચકીને ઘર સુધી લાવવા પડે છે. જેમાં પણ ચૂલો સળગાવવા પ્લાસ્ટિક શોધવા પણ જવુ પડે છે. ત્યારે નીર્ધૂમ ચૂલામાં થર્મલ હોવાને કારણે મહિલાઓએ ફકત નાની નાની લાકડી, કરસાટીથી જ કામ ચાલી જાય છે. નાની લાકડી અને કાગળથી ચૂલો સળગી જાય છે અને થરમલને કારણે તરત જ હીટ પકડી લે છે. ધુમાડા વગર ઓછા સમયમાં રસોઈ તૈયાર થાય છે. જેના કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે.
આદિવાસી ગૃહિણીઓને નિર્ધૂમ ચૂલા વિતરણ
આ પણ વાંચો Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ
સળગાવવા લાયક:પરંપરાગત ચૂલાઓ સળગાવવા માટે અમારે ઘણી મહેનત કરવી પડતી હતી તો સૌથી મહેનત અમારે જંગલમાં લાકડા શોધવા માટે જવું પડતું હતું. એ લાકડાઓના ભારાઓ મહામુસીબતે ઘર સુધી પહોંચાડી અને એ લાકડા ફાડીને ચૂલામાં સળગાવવા લાયક બનાવવા ઘણી મહેનત થતી હતી. સમયનો પણ બગાડ ઘણો થતો હતો. જ્યારે આ નવા ચૂલા નાની નાની ઢીંગલીઓ લાકડાના ટુકડાઓ થી સહેલાઈથી સળગી જાય છે. અમારે મહેનત પણ ઓછી કરવી પડે છે. તો બીજી તરફ ધારાસભ્ય દ્વારા આપવામાં નિર્ધુમ ચૂલા અમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે જુના ચૂલાથી થતા ધુમાડાના કારણે આરોગ્ય પર ઘણી અસર પડતી હતી. સમયનો બગાડ પણ ઘણો થતો હતો. જ્યારે આ નવા ચૂલા આવવાથી આરોગ્યને લઈને ઘણો મોટો ફાયદો થયો છે અને ઓછા સમયમાં જલ્દી રસોઈ બની જવાથી અમે ઘરના અન્ય કામો પણ કરી શકીએ છીએ--આદિવાસી ગૃહિણીઓ