ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ મિટ્ટી સત્યાગ્રહ શરૂ કર્યો - ખેડૂતોના સમાચાર

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં મહિનાઓથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે, જેમાં ઘણા ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે, જેમની યાદમાં અને કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પરત લે તે હેતુથી ખેડૂત સંગઠનોએ સમગ્ર ભારતના ગામડાઓની માટી ભેગી કરવા મિટ્ટી સત્યાગ્રહ આંદોલન છેડયુ છે. જેમાં આજે ખેડૂત આગેવાનોએ નવસારીના ઐતિહાસિક દાંડી સ્થિત પ્રાર્થના મંદિરેથી માટી ઉપાડી આંદોલનને ગતિ આપી હતી. આ માટી દ્વારા દિલ્હી બોર્ડર પર કિસાન શહીદ સ્મારક બનાવશે.

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ મિટ્ટી સત્યાગ્રહ શરૂ કર્યો
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ મિટ્ટી સત્યાગ્રહ શરૂ કર્યો

By

Published : Mar 30, 2021, 10:22 PM IST

  • મુંબઈથી શરૂ થયેલી યાત્રા દાંડી પહોંચી
  • નવસારીના ખેડૂતોએ પ્રાર્થના મંદિરથી માટી ઉઠાવી યાત્રિકોને સોંપી
  • દેશભરના ગામડાઓમાંથી માટી દિલ્હી બોર્ડર પર ભેગી કરી બનાવાશે શહીદ સ્મારક

આ પણ વાંચોઃ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતો યોજશે ટ્રેક્ટર પરેડ, હજારો પોલીસ જવાન રહેશે તૈનાત

નવસારીઃ ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતની વાત કરીને ત્રણ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ પંજાબ હરિયાણાના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે અને 125 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. આંદોલન દરમિયાન 315 ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યો હતો. જેથી હવે કેન્દ્ર સરકારની સામે મહાત્મા ગાંધીજીના મીઠાના સત્યાગ્રહની જેમ જ ઐતિહાસિક દાંડીની ધરતીથી માટી ઉંચકી જમીન બચાવવા માટી સત્યાગ્રહનો આરંભ કર્યો છે.

નવસારીના ખેડૂતોએ પ્રાર્થના મંદિરથી માટી ઉઠાવી યાત્રિકોને સોંપી

નવસારીના 25 અને સુરતના 70 ગામડાઓની માટી યાત્રિકોને અપાઈ

મુંબઇથી 12 માર્ચે નીકળેલી માટી સત્યાગ્રહ યાત્રા મંગળવારે નવસારીના દાંડી ખાતે પહોંચતા કિસાન નેતાઓને સ્થાનિક ખેડૂતોએ દાંડીના પ્રાર્થના મંદિરમાં સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામેથી મુઠ્ઠી માટી ઉંચકી આપવામાં આવી હતી. સાથે જ નવસારી જિલ્લાના 25 ગામડાઓ અને સુરત જિલ્લાના 70 ગામડાઓની માટી ખેડૂત સમાજે કિસાન આંદોલનના નેતાઓને આપી હતી. દાંડીથી શરૂ કરેલી યાત્રા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબ થઈ 4 એપ્રિલે રાતે દિલ્હી બોર્ડરે પહોંચશે. જ્યાં કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોની યાદમાં કિસાન શહીદ સ્મારક બનાવશે અને જ્યાં સુધી કેન્દ્ર સરકાર MSP આપવા સાથે જ કૃષિ કાયદાઓ રદ્દ ન કરે ત્યાં સુધી આંદોલનને જીવંત રાખવાની તૈયારી કિસાન નેતાઓએ દર્શાવી હતી.

નવસારીના ખેડૂતોએ પ્રાર્થના મંદિરથી માટી ઉઠાવી યાત્રિકોને સોંપી

આ પણ વાંચોઃ ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, આ રેલીને રોકવાનો અધિકાર માત્ર પોલીસ પાસે

ABOUT THE AUTHOR

...view details