ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે ચોરીના રેકેટનો ખુલાસો કરી, 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

નવસારી: કુદરતી ગૌણ ખનીજો સરકારની તિજોરીને મજબુત બનાવતા હોય છે, પરંતુ ગૌણ ખનીજોની ચોરીઓ વધી રહી છે એ અર્થતંત્ર માટે ખતરારુપ છે. નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે માટી ચોરીના રેકેટનો ખુલાસો કરી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

By

Published : Dec 3, 2019, 10:14 PM IST

ગૌણ ખનીજોના ખનન માટે સ્થાનિક કક્ષાએ ગ્રામપંચાયતથી માંડીને રાજ્યસરકારના ખાણખનીજ વિભાગ સુધીની પરવાનગીઓ લેવાની હોય છે, અને રોયલ્ટી ભરવાની હોય છે, જેમા રોયલ્ટી અને પરવાના લીધા વગર ગેરકાયદેસર રીતે માટીનું ખનનના કારસાને ખાણખનીજ વિભાગે પકડી પાડ્યો છે.

નવસારી જિલ્લા ખાણખનીજ વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
નવસારીના ઈટાળવા ગામે રાત્રી દરમિયાન ચાલતા માટી ચોરીના રેકેટમાં 5 ટ્રક, 1 જેસીબી મશીન અને એક માટી ખોદવાનું પોકલેન મશીન સ્થળ પરથી ખાણખનીજ વિભાગે પકડી પાડ્યું છે. ચોરીની માટીને રાત્રિ દરમિયાન અંજામ આપતો હતો. ખનીજ વિભાગે બાતમીના આધારે રેકેટનો પર્દાફાર્શ કર્યો છે,પરંતુ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details