ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પરથી લાખોના લોખંડના માલ સામાનની ચોરી, બેની કરાઇ ધરપકડ - બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પર થઇ ચોરી

ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની(Navsari Bullet Train Project) નવસારીના નસીલપોરની સાઈટ પરથી છેલ્લા થોડા દિવસોથી લોખંડનો સામાન ચોરી(Bullet train theft at project sites) થઇ રહ્યાની ફરિયાદો ઉઠી હતી. જેમાં ગત રોજ લોખંડની પ્લેટ ચોરવા આવેલા ચોરો ટેમ્પો મૂકીને ફરાર થયા બાદ નવસારી ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ચોર ટોળકી માંથી બેને ઝડપી પાડ્યા હતા અને ત્રણ ચોરો હજી પણ પોલીસ પકડથી દૂર છે.

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પરથી લાખોના લોખંડના માલ સામાનની ચોરી, બેની કરાઇ ધરપકડ
નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પરથી લાખોના લોખંડના માલ સામાનની ચોરી, બેની કરાઇ ધરપકડ

By

Published : Apr 4, 2022, 7:30 PM IST

નવસારી : અમદાવાદ-મુંબઇ હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું(Navsari Bullet Train Project) કામ દક્ષિણ ગુજરાતમાં જોરશોરથી ચાલુ રહ્યુ છે. જેમાં નવસારીના પડઘા, નસીલપોર, કછોલમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ ચાલી રહી છે અને બુલેટ ટ્રેનના પિલર ઉભા કરવા સાથે એના ઉપર ગર્ડર મુકવાની કામગીરી ચાલી રહી છે. જેમાંથી નસીલપોર સાઇટ્સ પરથી છેલ્લા થોડા દિવસોથી લોખંડની પ્લેટ, એંગલ, સળિયા, સ્ટીલ પોપ પ્લેટ, કપ લોક, સ્ટીલ ચેનલની ચોરી થઇ રહી હતી. ગત રોજ મોડી રાતે એક ટેમ્પો અને કારમાં કેટલાક ઇસમો નસીલપોર સાઇટ્સ પરથી લોખંડની ચેનલ અને ટીએમટી સળિયા ચોરી(Bullet train theft at project sites) કરી ટેમ્પોમાં ભર્યા હતા. પરંતુ અચાનક વોચમેન આવી ચઢતા ચોરો ટેમ્પો છોડી કારમાં સવાર થઇ ફરાર થઇ ગયા હતા. સમગ્ર પ્રકરણમાં નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા હરકતમાં આવેલી પોલીસે ટેમ્પોનો કબ્જે લઇ, ચોરોનું પગેરૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પરથી લાખોના લોખંડના માલ સામાનની ચોરી, બેની કરાઇ ધરપકડ

આ પણ વાંચો - Diamond Smuggling Ahmedabad Airport: એરપોર્ટ પરથી એક કરોડના હીરા સાથે આરોપી ઝડપાયો, કમિશનની લાલચે કરતો દાણચોરી

લાખોનો મુદ્દામાલ કર્યો કબ્જે - પોલીસ તપાસમાં નસીલપોર નજીકના ભટ્ટાઇ ગામના મહમદ મુસા રાવત અને ઇમરાન શેખની ચોરીમાં સંડોવણી જણાતા પોલીસે બંનેની અટક કરી પૂછપરછ કરતા તેઓએ ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસે આરોપી મહમદ અને ઇમરાનની ધરપકડ કરી છે, જયારે તેમની સાથેના અન્ય ત્રણ ચોરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સાથે જ ટેમ્પો સહિત ચોરી કરેલા લોખંડની એંગલ અને સળિયા સહિત 29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 14.85 લાખ રૂપિયાનો લોખંડનો સામાન ચોર્યો હોવાનું સામે આવ્યુ છે. જેથી આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી, પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ્સ પરથી લાખોના લોખંડના માલ સામાનની ચોરી, બેની કરાઇ ધરપકડ

આ પણ વાંચો - MD drugs seized from Vadodara: વડોદરામાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details