નવસારી પંથકમાં શરૂ કરાઈ રાજ્યકક્ષાની પક્ષી ગણતરી નવસારી: ગુજરાતમાં શિયાળાનું આગમન થતાંની સાથે જ રશિયા, ચીન અને મંગોલિયા જેવા દેશના વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યાં છે. ત્યારે નવસારી પંથકમાં આ વિદેશી મહેમાનોનું આગમન થતા નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવસારીના દરિયા કિનારા પર આ વિદેશી પક્ષીઓ વધુ જોવા મળી રહ્યાં છે, જ્યાંથી તેઓ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વસી લગભગ 4 મહિના જેટલો સમયગાળો વિતાવશે અને અહીં પ્રજનન કરી પોતાના પરિવાર સાથે પરત ફરે છે. મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી, જેમાં ત્રણ તબક્કામાં યોજાનાર ગણતરીમાં આજે નવસારી ખાતે 124 સ્પીસીસ અને અંદાજિત 4000 પક્ષીઓની ગણતરી નોંધવામાં આવી છે.
લાખો વિદેશી પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન વિદેશી પક્ષીઓનું આગમન: ડિસેમ્બરમાં શિયાળાની શરૂઆત થતાં જ ભારતમાં વિદેશી પક્ષીઓની આવવાની શરૂઆત થઈ જાય છે, ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે ફ્લેમિંગોને ઓળખ મળી છે, તેવા ફ્લેમિંગો પેલીકન, જકાના, ફુટ, સેલ, ડક, ટર્ન, ક્રેન્સ, પક્ષીઓ જોવા મળ્યાં છે, આ પક્ષીઓ વર્ષના ચાર મહિના ભારતમાં નવસારીના સહિત સમગ્ર રાજ્યના જળપ્લાવિત દરિયા કિનારા પાસે વસે છે, કારણ કે રશિયા ચીન સહિતના દેશોમાં શિયાળાનો સમય ઘણો કપરો હોય છે, જ્યાં વધુ પડતી ઠંડીના કારણે માઇનસ ડિગ્રી વાળું વાતાવરણ ઊભું થતાં ખોરાક પાણી પણ મળવું અશક્ય બનતા આ પક્ષીઓ ત્યાં જીવી શકતા નથી અને મૃત્યું પામે છે. તેથી આ પક્ષીઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હજારો કિલોમીટર ઉડીને ભારતમાં આગમન કરે છે, અને વર્ષના ચાર મહિના અહીં વિતાવે છે, કારણ કે તેમને અહીં યોગ્ય અને અનુકૂળ વાતાવરણ મળે છે, ત્યારબાદ તેઓ પ્રજનનની સંપૂર્ણ પ્રક્રિયા કરી માર્ચ મહિનાના મધ્યમાં પોતાના પરિવાર સહિત પોતાના વતનમાં પરત તરફ ફરે છે
રાજ્યભરમાં બે તબક્કામાં યાયાવર પક્ષી ગણતરી વિદેશી પક્ષીઓએ ગુજરાતને બનાવ્યું નવું ઘર: કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ફોરેસ્ટ્રી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિલ કાઝી જણાવે છે કે, ગુજરાતના કેટલાક શહેરો દેશમાં સૌથી વધારે જળપ્લાવિત વિસ્તાર ધરાવે છે. ગુજરાત પક્ષીઓના માઇગ્રેશનનું એક સ્ટોપેજ છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો સુલતાનપુર, મંદિરગામ, વાડી ગામ, દાંડી સહિતના બધા વિસ્તારોની અંદર પક્ષી આવે છે, કારણ કે, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વધેલી ઠંડી પક્ષીઓ જીલી શકતા નથી, આ દરમિયાન ખોરાકની પણ અછત થાય છે. ભારતમાં શિયાળો એટલો આકરો નથી જેથી પક્ષીઓ અહીં આવવાનું વધારે પસંદ કરે છે. ભારતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિયાળામાં પક્ષીઓ આવે છે. નવસારી જિલ્લો બર્ડ ટુરીઝમમાં આગળ વધી શકે તેવી લાયકાત ધરાવે છે.
લાખો વિદેશી પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન યાયાવર પક્ષીઓની ગણતરી: સમગ્ર રાજ્યભરમાં બે તબક્કામાં યાયાવર પક્ષી ગણતરી યોજાનાર છે. પ્રથમ તબક્કામાં શનિવાર થી રવિવાર 2 દિવસ માટે યોજાશે, જેમાં જિલ્લાના અલગ-અલગ 12 જળપ્લાવિત વિસ્તારોમાં ગણતરી હાથ ધરાઇ છે. સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્ય દરિયા કિનારા સહિત શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે, અને સમયાંતરે આવા પક્ષીઓની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવતી રહે છે. આ વખતે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી આગામી આજે અને રવિવાર શરૂ રહેશે. ત્યારબાદ 23-24 ડિસેમ્બર તેમજ 30-31 ડિસેમ્બર હાથ ધરવામાં આવનાર છે. બીજા તબક્કામાં જાન્યુઆરી 2024માં 21-22મી જાન્યુઆરી તેમજ 27-28 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. સમગ્ર દેશમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર ધરાવતુ રાજ્ય ગુજરાત છે. અહીં દર વર્ષે શિયાળામાં વિદેશીપક્ષીઓનું આગમન થતું હોય છે.
લાખો વિદેશી પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન યાયાવરના પક્ષીઓની ગણતરી માટે વનવિભાગ પક્ષી સંરક્ષણ સંસ્થાઓ, કોલેજના વિદ્યાર્થીઓ સહિત પક્ષીવિદો આ કાર્યમાં જરૂરી ઉપકરણો સાથે જોડાયા છે. રાજયના દરિયા કિનારાઓ ખાસ કરીને જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સોમનાથ, નવસારી સહિતના જિલ્લાઓમાં આ કામગીરી થઇ રહી છે. કુંજ, કુતુલ, કરણ, ભગવી, સુરપાળ જેવા પક્ષીઓ વહેલી સવારે જ ફેલાઈ જતા હોવાથી સૂર્યોદયના સમય ગાળામાં જ ગણતરી કરવામાં આવે છે.
યાયાવર પક્ષીઓની ગણતરી ધ્યાને લઈ સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા નવસારી ખાતે ડી.સી એફ ભાવનાબેન દેસાઈ તેમજ સામાજિક વનીકરણ નવસારી ઇન્ચાર્જ એસીએફ અને વાંસદાના આર.એફ.ઓ ચંદ્રિકાબેન પટેલ તેમજ ગણદેવી રેન્જ આર. એફ.ઓ છાયાબેન પટેલ અને સુપા રેન્જ હીનાબેન પટેલ સહિત તમામ સ્ટાફ અને નવસારી જિલ્લામાં વિવિધ વન્યજીવો ઉપર કામ કરતી એન.જી.ઓ સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર આદિલ કાઝી, પક્ષીવિદ ડો. મિનલ પટેલ સહિત કોલેજના વિદ્યાર્થીઓ આ ગણતરીમાં જોડાયા છે
જિલ્લા વન અધિકારી ભાવના દેસાઈ જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની પક્ષી ગણતરી શરૂ થઈ છે જેમાં મોટાભાગે વોટર બર્ડ્સ અને માઈગ્રેટરી બર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, નવસારી જિલ્લામાં 12 પોઇન્ટ ઉપર ટીમ મોકલી ગણતરી શરૂ કરવામાં આવી છે. નવસારી એગ્રીકલ્ચર કોલેજમાં આવેલી ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓ આ ગણતરીમાં જોડાયા છે.
- નવસારીના કરાડી ગામે આતંક મચાવનાર દીપડી પાંજરે પુરાઈ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
- નવસારીમાં ટીપી સ્કીમનો રોડ પહોળો કરવા મુદ્દે 325 ઘરોને નોટિસ, સ્થાનિક રહીશોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ