મહેસાણા: 1 લાખ થી વધુ રકમના વેરાના બકીદારોને બે દિવસનું અલ્ટીમેટમ, બાદમાં મિલ્કતો સિલ કરાશે. મહેસાણા ન.પા.માં 87 હજાર થી મિલ્કતધારકો સામે 68,183 એ વેરો ભર્યો. 1 લાખ થી વધુ રકમના વેરાના બકીદારોને બે દિવસનું અલ્ટીમેટમ, બાદમાં મિલ્કતો સિલ કરાશે. તમામ બાકી વેરામાં 60 ટકા વસુલાત કરી 3.33 કરોડ માફી અપાયા છે.
સિલ કરવાની કાર્યવાહી: મહેસાણા નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા વસુલાત કામગીરી અંતર્ગત એક માસ અગાઉ એક લાખ થી વધુ વેરાની રકમ બાકી હોવા મામલે 95 જેટલા મિલ્કત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. સાથે જ પ્રમુખ દ્વારા તે તમામને પત્ર લખી સરકારની યોજનામાં પેનલ્ટી માફીનો લાભ લઇ વેરો ભરવા આહવાન કરતા 10 થી વધુ લોકોએ વેરાની ભરપાઈ કરી છે. જ્યારે હજુ પણ 80 થી વધુ મિલ્કત ધારકો એક લાખ થી વધુનો વેરો બાકી હોવાને લઈ બે દિવસમાં વેરો ભરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. પછી તમામ બાકીદારોની મિલકતો સિલ કરવાની કાર્યવાહી કરવા પગલાં લેવાશે.
આ પણ વાંચો Mehsana News : મેવાણી અને રેશ્મા પટેલ સહિતના 10 લોકોને કોર્ટે છોડ્યા નિર્દોષ
રકમની ભરપાઈ:મહેસાણા નગરપાલિકા દ્વારા ચાલું વર્ષ 2022-23માં શહેરની 80 હજાર જેટલી મિલ્કતો સામે જુના બાકી માંગણા બિલ મુજબ કુલ 21.26 કરોડ અને ચાલું વર્ષના 19.47 કરોડ મળી કુલ 40.74 કરોડના બાકી વેરા સામે પાછલા બાકી માંગણામાં 36.41 ટકા લેખે 7.74 કરોડ અને ચાલુ વર્ષના માંગણામાં 84.31 ટકા લેખે 16.42 કરોડ મળી કુલ 59.30 ટકા મુજબ 24.16 કરોડ રૂપિયાના બાકી વેરાની વસુલાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે વેરાવસુલાત કામગીરીમાં 80 ટકાના અંદાજ સામે 85 ટકા જેટલી વેરા વસુલાત કરવામાં આવી છે.
આ પણ વાંચો Accident in Mehsana : મહેસાણામાં થરાદના dysp ને નડ્યો અકસ્માત, 4 પોલીસ કર્મીનો આબાદ બચાવ
જમા કરાવવામાં આવ્યા:મહેસાણા નગરપાલિકાએ વર્ષોનો રેકોર્ડ તોડ્યો હતો. મહેસાણા નગરપાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતી વેરા વસુલાતની કામગીરીમાં ચાલુ વર્ષમાં રેકોર્ડ બ્રેક વેરા વસુલાત થતા પાલિકાની તિજોરીમાં પહેલીવાર 24.16 કરોડ રૂપિયા વેરાશાખા માંથી જમા કરાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના લાગુ કરવામાં આવતા છેલ્લા પોણા બે માસમાં કુલ 3,623 મિલ્કત ધારકોએ પોતાના બાકી વેરા પર લાગેલ પેનલ્ટી અને વ્યાજમાં 3.33 કરોડની રકમ માફીનો લાભ લઇ 6,40 કરોડ વેરો ભર્યો છે. જેથી પાલિકામાં પણ વર્ષો જુના બાકી વેરાની આવક નોંધાઈ છે. હજુ પણ પાલિકા વિસ્તારના 11,818 બાકીદારો માટે આગામી 31 માર્ચ સુધી યોજનાનો લાભ મળવાપાત્ર રહ્યો છે.