- નવસારીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે
- ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર
- જિલ્લા તંત્રએ NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખી
- જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના
- તમામ નગરપાલિકાઓને પણ સતર્ક રહેવા તાકીદ
નવસારીઃ જિલ્લામાં 2 દિવસથી અવિરત મેઘ મહેર રહી છે. આ સાથે જ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીને જોતા જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં પહોંચ્યું છે. આની સાથે જ વરસાદી માહોલને કારણે NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ જિલ્લાના તાલુકા અને શહેરોના અધિકારીઓને પણ સતર્ક રહી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ-ભાવનગરમાં 1 થી અઢી ઇંચ વરસાદ, જાણઓ ક્યા કેટલો વરસાદ
નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 3.29 ઇંચ વરસાદ ખાબક્યો
જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. જ્યારે 2 દિવસોમાં નવસારી તાલુકામાં વધુ વરસાદ રહેતાં નવસારીના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને અગવડ પડી હતી. તો આજે બપોરે 12 વાગ્યા બાદ નવસારીમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી-વિજલપોર શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આથી નગરપાલિકાની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. જોકે, નગરપાલિકા પ્રમુખ જિગીશ શાહે શહેરના વિવિધ સ્થળોએ ફરીને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી હતી.
આ પણ વાંચોઃ-વલસાડ જિલ્લાના વાપીમાં અનરાધાર વરસ્યો મેઘ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદમાં પાણી જ પાણી