નવસારીઃ વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીને કારણે ભારતથી વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લોકડાઉનને કારણે ફસાઈ ગયા હતા. ખાસ કરીને યુરોપ અને ફ્રાન્સમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી તેમના પરિવારજનોએ તેમને ભારત સરકારમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા ફિલિપીન્સ, ફ્રાન્સ અને યુરોપના બેલરૂસમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓને વંદે ભારત મિશન હેઠળ ભારત લવાયા છે.
વિદેશમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓની ઘર વાપસી, નવસારીમાં માસ કોરેન્ટાઇન કરાયા
વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ લોકડાઉનને કારણે બંધ થયેલી ફલાઇટ્સને કારણે ફસાયા હતા. જેમને ભારત સરકાર વંદે ભારત મિશન હેઠળ ભારત લાવી છે. જેમાંથી ફિલિપીન્સ, ફ્રાન્સ. અને યુરોપના બેલરૂસથી આવેલા કુલ 137 વિદ્યાર્થીઓને નવસારીની હોસ્ટેલોમાં માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમની રવિવારે નવસારીના સાંસદ સહિત સ્થાનિક આગેવાનોએ મુલાકાત લઈ હાલચાલ પૂછયા હતા.
વિદેશમાં ફસાયેલા 137 વિદ્યાર્થીઓની ઘર વાપસી
બેલારૂસમાં અંદાજે 40 હજાર લોકો કોરોના સંક્રમિત થયા છે અને ત્યાં લોકડાઉન પણ ન હોવાથી વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમિત થવાનો ડર હતો. પણ ભારતમાં લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ વતન આવી શક્યા ન હતા. પરંતુ ભારત સરકારે વંદે ભારત મિશન શરૂ કરતા વિદ્યાર્થીઓ વતન આવી શક્યા છે અને ઘરે આવવાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.