ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના ધોલાઈ બંદરે મરીન પોલીસે જ્વલનસીલ પ્રવાહી સાથે આઠ ઈસમની કરી ધરપકડ - Marine police

નવસારીના બીલીમોરા નજીકના ધોલાઈ બંદરે મંગળવારના રોજ મરીન પોલીસે (Marine police) બાતમીને આધારે બોટમાં લઈ જવા તો શંકાસ્પદ જ્વલન સીલ પ્રવાહી સાથે બોટને ઝડપી લીધી હતી. બે લાખની કિંમતના 13 બેરલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો(13 barrels of liquid worth Rs 2 lakh seized) હતો. બોટ સહિત રૂપિયા 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી આઠ ઈસમની અટકાયત કરી (Marine police arrested eight people) હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Marine police
Marine police

By

Published : Jan 4, 2023, 9:19 PM IST

Marine police

નવસારી: જિલ્લાના બીલીમોરા નજીક આવેલા ધોલાઈ મરીન પોલીસને બોટમાં જ્વેલનશીલ પ્રવાહી બંદરએ ઉતરવાની બાતમી મળી હતી તે પગલે પોલીસે સતત પેટ્રોલિંગ સાથે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી બોટ જેટ્ટી ઉપર લાંગર્તા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી અને બોટ ની કરતા તપાસ દરમિયાન તેમાંથી કોઈપણ પાસ પરમિટ ન હોય તેવા 13 બેરલમાં 2,730 લીટર પ્રવાહીનો જથ્થો મળી આવ્યો(13 barrels of liquid worth Rs 2 lakh seized) હતો.

બે લાખની કિંમતના 13 બેરલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો:આ જવલનશીલ પ્રવાહી પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રવાહીનું સેમ્પલ લઈ તેને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. પોલીસે પ્રવાહી સાથે રૂપિયા 25 લાખની ગજલક્ષ્મી બોટ મળી કુલ રૂપિયા 27, 4,750 નો મુદ્દા માલ જપ્તે કર્યો હતો. આ મુદ્દા માલ સાથે આઠ ઈસમની અટકાયત કરી (Marine police arrested eight people)હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા શંકાસ્પદ માલવાહક બોટને પૂછપરછ માટે ઓખા બંદર ખાતે લાવવામાં આવી

FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પ્રવાહી અંગેની ખાતરી: પ્રાથમિક તબક્કે ડીઝલની જગ્યાએ આ પકડાયેલ જ્વલનશીલ પ્રવાહીનો ઉપયોગ ઇંધણ તરીકે કરાતું હોવાનું જણાય છે. કારણ કે ડીઝલ કરતા આ પ્રવાહી સસ્તું હોય છે, જોકે સમગ્ર મુદ્દે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પ્રવાહી અંગેની ખરી હકીકત બહાર આવશે તો બીજી તરફ બોટમાં આટલું મોટી માત્રામાં પ્રવાહી કયા કારણોસર લવાયું અને કોને આપવાનું હતું. એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:કંડલા અને મુંદ્રા બંદર પર હાઈએસ્ટ એલર્ટ, મરીન પોલીસનું સઘન ચેકિંગ

આરોપીના નામ: (1) અશોકભાઈ ટંડેલ, ઉંમર 45 (2) નિલેશભાઈ પાડકર, ઉંમર 24 (3) પ્રકાશ વાઢુ (4) અવિનાશ પવાર, ઉંમર 20 (5) વિલાસનવર, ઉંમર 25 (6) વસંત ધાંગડા, ઉંમર 20 (7) વિજય શિવાજી કોર, ઉંમર 20 (8) કિશન માલજી કૌર, ઉંમર 20 આ આઠ ઈસમની અટકાયત કરી હતી. જેમાથી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ બધા જ ઇસમો મહારાષ્ટ્રના પાલધર જિલ્લાના છે.

ABOUT THE AUTHOR

...view details