- 50થી 60 ટકા કેરી વાવાઝોડામાં ખરી પડી
- કેરીનું ખરણ થતા ભાવોમાં 3 ગણો ઘટાડો નોંધાયો
- આખું વર્ષ આશ લઈને બેઠેલા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
નવસારી: કોરોનાને કારણે આર્થિક મુશ્કેલીની સાથે મૌસમની માર સહન કરી રહેલા ખેડૂતોને તૌકતે વાવાઝોડાએ વધુ એક ફટકો માર્યો છે. નવસારી જિલ્લામાં પરિપક્વ થયેલો કેરીનો પાક ભારે પવનમાં જમીન પર ખરી પડતા ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, ડાંગર પણ વરસાદમાં ભીંજાઈ જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવું પડ્યુ છે.
નવસારીમાં તૌકતે વાવાઝોડાથી ફળોના રાજા કેરીનું થયું મોટા પ્રમાણમાં નુકસાન આ પણ વાંચો:વંથલી પંથકના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો
નવસારીના વાડા ગામના ખેડૂતોને 50 લાખ વધુ નુકસાન
છેલ્લાં થોડા વર્ષોથી મોસમની માર સહન કરતા કેરીના ખેડૂતો ગત વર્ષે કોરોના કાળમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. પરંતુ, વર્ષની મહેનત બાદ કેરીનો સારો પાક આવવાની સંભાવના જોતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. કોરોના કાળમાં ખેડૂતોએ ઓનલાઈન વેચાણ પણ શરૂ કર્યુ હતું. આથી, કેસર, હાફૂસ સહિતની કેરીઓના સારા ભાવ પણ મળતા ખેડૂતો આનંદિત હતા. પરંતુ, ખેડૂતોની ખુશી તૌકતે વાવાઝોડાએ છીનવી લીધી છે.
નવસારીમાં તૌકતે વાવાઝોડાથી ફળોના રાજા કેરીનું થયું મોટા પ્રમાણમાં નુકસાન આ પણ વાંચો:વડોદરા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ: કમલપુરા ગામે ઉનાળુ પાકમાં નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માગ કરી
આંબા ઉખડી જવાથી હજારો મણ કેરીઓ ખરી
વાવાઝોડાને કારણે જિલ્લામાં કેરીનો તૈયાર પાક મોટા પ્રમાણમાં ખરી પડ્તા ખેડૂતોની સ્થિતિ હતા ત્યાંને ત્યાં જેવી થઈ છે. જેમાં, નવસારીના વાડા ગામના ખેડૂતોની આંબાવાડીઓમાં ભારે પવનમાં આંબાના વૃક્ષો ઉખડી જવાથી હજારો મણ કેરીઓ ખરીને જમીન પર પડતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેની સાથે જ ઉભો ડાંગરનો પાક ભીંજાઈ જતા અને કપાયેલી ડાંગર પણ પલળી જતા ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે.
નવસારીમાં તૌકતે વાવાઝોડાથી ફળોના રાજા કેરીનું થયું મોટા પ્રમાણમાં નુકસાન