નવસારીબદલાતા વાતાવરણની (Mango Crop Cultivation Gujarat) માર સહન કરી રહેલા કેરી પકવતા ખેડૂતોને ઠંડી જામવા સાથે જ આંબા પર પુષ્કળ પ્રમાણમાં આમ્રમંજરી (Mango crop in Navsari) ફૂટતા આ વર્ષે સારા પાકની આશા બંધાઈ છે. આગામી 15 દિવસો દરમિયાન વાતાવરણ સારૂ રહ્યુ, તો આ વખતે 70 થી 80 ટકા કેરીનો પાક રહેવાની સંભાવના છે.
આમ્રમંજરી ફૂટવા લાગે શિયાળો આવતા જ ફળોનો રાજા કેરીના આગમનના ભણકારા વાગવા માંડે છે. શિયાળામાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ રહેતા આંબા પર આમ્રમંજરી ફૂટવા લાગે છે. ખાસ કેસર અને હાફૂસ કેરી માટે જાણીતા નવસારી જિલ્લાની(Navsari farmers happy mango crop) આંબાવાડીઓમાં હાલ સારી એવી ફૂટ લાગતા ખેડૂતોના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. કારણ છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણે કેરી પકવતા ખેડૂતોને આર્થિક નુકશાનમાં નાંખી દીધા હતા. ત્યારે શિયાળામાં પ્રારંભે ગરમી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પરંતુ થોડા દિવસોથી વાતાવરણમાં બદલાવ આવવા સાથે ઠંડીનો ચમકારો રહેતા આંબાવાડીમાં 50 થી 60 ટકા આમ્રમંજરીઓ ફૂટી છે. જેની સાથે જ ઘણા આંબાઓ પર ફલિનીકરણ થતા મોરવા પણ જોવા મળી રહ્યા છે. આંબાઓ અમ્રમંજરીઓથી ઉભરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. અને આ વર્ષે 80 ટકા પાક રહે, તો ગત વર્ષોની નુકશાની આ વખતે સરભર થઈ શકે એવી આશા સેવી રહ્યા છે.