નવસારી : રામાયણકાળના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ઉષ્ણઅંબા (ઉનાઇ) માતાજીના મંદિરે (Navsari Unai temple) વર્ષોથી મકરસંક્રાંતિના દિવસે ભરાતો મેળો સતત બીજા વર્ષે કોરોનાને કારણે રદ (Makarsankranti Unai Fair Cancel )કરવામાં આવ્યો છે. મેળો રદ થતા નાના વેપારીઓ સાથે આસપાસના ગામડાઓના ગ્રામીણોમાં નિરાશા જોવા મળી છે.
નવસારી જિલ્લાનો વાંસદા તાલુકાનું મા ઉષ્ણઅંબાનું (ઉનાઇ) મંદિર (Navsari Unai temple) રામાયણ કાળ સાથે જોડાયેલું છે. જેથી અહીં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે. જેમાં પણ સૂર્યના ઉત્તર તરફના પ્રયાણ ઉત્તરાયણ પર મંદિર પરિસર સહિત ઉનાઇ ગામમાં મોટો લોકમેળો ભરાતો આવ્યો છે. મકરસંક્રાંતિ પર ભરાતા ઉનાઇ મેળાની ઉનાઇનાં આસપાસના ગામડાઓના ગ્રામીણો તેમજ દૂર દૂરથી માતાજીના દર્શને આવતા શ્રધ્ધાળુઓ પણ રાહ જોતા હોય છે. ખાસ મેળામાં ફરવા માટેના ગ્રામીણો આયોજનો કરતા હોય છે, કારણ મેળામાં મનોરંજન રાઇડ્સ સાથે જ જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ વેચાતી હોય છે. જયારે મેળામાં આવતા નાના વેપારીઓએ પણ મેળાને લઇને ખરીદી સાથે તૈયારી કરી હતી, પરંતુ કોરોના કાળમાં સંક્રમણ વધુ ન ફેલાય (Navsari Covid19 Update 2022) એને ધ્યાને લેતા મંદિર વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે પણ મકરસંક્રાંતિના લોકમેળાને રદ (Makarsankranti Unai Fair Cancel )કરવામાં આવ્યો છે. જેથી શ્રધ્ધાળુઓ, ગ્રામીણો તેમજ મેળાને રોનક એવા નાના વેપારીઓમાં પણ નિરાશા ફેલાઇ છે.
આ પણ વાંચોઃ Corona case in Navsari: નવસારી જિલ્લામાં 30 દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો