નવસારી: જિલ્લા પોલીસ વડા તરીકે સુશીલ અગ્રવાલની નિમણૂક થયા બાદ પ્રોહિબિશન,જુગાર,ચોરી તેમજ અન્ય ઘણા ગુના બાબતે પોલીસ વિભાગ દ્વારા ઝડપી અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સુરત રેન્જમાં સૌપ્રથમ નવસારી જિલ્લામાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક મુજબ ગુનો દાખલ કરવામાં ગંભીર ગુના આચરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Navsari Crime: ગુજસિટોક કાયદા હેઠળ નવસારી પોલીસની મોટી કાર્યવાહી - Gujsitok Act
નવસારી પોલીસએ ગુજસિટોક કાયદા હેઠળ એક જ પરિવારના છ લોકો અને અન્ય એક આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગુનાની વધુ તપાસ માટે જિલ્લા પોલીસવાળાએ એસઆઇટીની રચના કરી હતી.
Published : Oct 11, 2023, 3:14 PM IST
પોલીસ તંત્ર હરકતમાં:નવસારી જિલ્લા ના પોલીસ વડા તરીકે યુવાન આઈ પી એસ અધિકારી સુશીલ અગ્રવાલએ ચાર્જ સંભાળ્યા બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવા પોલીસવડાની રાહબરી હેઠળ જિલ્લાના તમામ પોલીસ દ્વારા પ્રોહિબિશન, ચોરી, જુગાર તેમજ અન્ય અનેક પ્રકારના ગુનાના આરોપીઓને ઝડપી પાડવા સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી એલસીબી પીઆઇ દિપક કોરાટે ઝીણવટ ભરી તપાસ કરી અસીમ શેખ સહિત તેના કુટુંબના કુલ છ અને એક મિત્ર મળી સાત જણની ગેંગ વિરોધ 41 જેટલા ગુના નોંધાયા હોવાની વિગતો એકઠી કરી હતી.
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ: આ તમામ આરોપીઓ દ્વારા આરોપી દ્વારા એક સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી ગુનાહો અંજામ આપવામાં આવતો હતો જેથી આ ગુનાની અંદર ગુજસિટોક ની કલમ તમામ આરોપીઓ પર લગાવામાં આવી છે જેમાં ગેંગનું મુખ્ય અસીમ નિઝામ મિયા શેખ છે અને એમના પરિવારના સભ્યો મિત્ર ની ગેંગમાં સંડોવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ જિલ્લાઓમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી પોલીસ તપાસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં અને બીજા આરોપીની ટૂંક સમયમાં પોલીસ ધરપકડ કરી છે.