- ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસને ફક્ત 34 મતો જ મળ્યા
- જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપના મતો ઘટ્યા
- ગણદેવી, બીલીમોરા, રૂમલા, અને ઝરી બેઠકની ચૂંટણી યોજાઇ હતી
નવસારી : નવસારી જિલ્લાના નગરપાલિકાની ગણદેવી, બીલીમોરા, રૂમલા, અને ઝરી બેઠકના લોક પ્રતિનિધિઓ કોરોનાનો શિકાર બન્યા બાદ ચારેયનું અવસાન થયું હતું. ત્યારબાદ ખાલી પડેલ ચારેય બેઠકો પર ત્રીજી ઓક્ટોબરે પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં શહેરી વિસ્તારમાં મતદાન ઓછું અને ગ્રામ્ય વિસ્તારની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક પર 70 ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. જેમાં ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા અને નવસારી જિલ્લા પંચાયતની રૂમલા બેઠક મળી કુલ 3 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક જીતવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. અને કોંગ્રેસને ઝરી બેઠક સાચવી રાખવામાં સફળતા મળી હતી.
કેબિનેટ પ્રધાનના ઘરમાંજ ભાજપના મતો ઘટ્યા
નવસારી જિલ્લા પંચાયતની 18 રૂમલા બેઠક પર બે ટર્મ વિજેતા રહેલા નગીન ગાવીત ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાની સરહદોના આદિવાસી પટ્ટાના નેતા હતા. ગત ચૂંટણીમાં નગીન ગાવીત રૂમલા બેઠક પરથી 10,050 મતો મેળવી 5528 મતોની લીડ સાથે વિજેતા થયા હતા. પરંતુ કોરોના બાદ તેમનું હાર્ટ એટેક આવતા અવસાન થયું હતુ. જેથી ખાલી પડેલી રૂમલા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતુ. ત્રણેય ઉમેદવારો 8000 થી વધુ મતદારો ધરાવતા અને રાજ્યના નવનિયુક્ત આદિજાતિ વિકાસ વિભાગના પ્રધાન નરેશ પટેલના ગામ રૂમલાના હતા. ભાજપનો દબદબો હોવા છતાં રૂમલા બેઠક પર કોંગ્રેસ અને આપનું જોર પણ જોવા મળ્યું હતું. જેમાં ભાજપના બાલુ પાડવી ને 8077 મત મળ્યા છે. જેની સામે કોંગ્રેસને 5842 અને આપને 1538 મતો મળ્યા છે. જેથી ભાજપના બાલુ પાડવી 2232 મતોની લીડથી જીત્યા છે. જેને જોતા રાજ્ય કક્ષાના કેબિનેટ પ્રધાનના ઘરમાં જ ભાજપના મતો ઘટ્યા છે.
કોંગ્રેસે તેનો ગઢ સાચવી રાખ્યો