નવસારીગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની (State Vigilance Team of Gandhinagar) ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે સમરોલી કાળાપુલ ખાતે દારૂનું વેચાણ કરતા બાવીબેન ઠાકોરભાઈ કોળી પટેલ તેમજ બાવીબેનનો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલના (State Vigilance Team of Gandhinagar) મકાનમાં રેડ કરતા પોલીસને મકાન તેમજ આજુબાજુના વિસ્તારમાં ખુલ્લી જગ્યામાંથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરો કુલ નંગ 5956 જેની કિંમત 8,32,805 તેમજ દારૂ વેચાણના રૂપિયા 3200 અને 2 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 5500 મળી કુલ 8,41,505નો મુદ્દામાલ કબજે કરી. દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતી બાવીબેન ઠાકોરભાઈ પટેલ તેમજ તેનો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલની ધરપકડ કરી છે.
ચીખલીમાં સ્ટેટ વિજિલન્સનો રેડ 8.32 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમને (State Vigilance Team of Gandhinagar) મળેલી ચોક્કસ બાતમી આધારે સમરોલી કાળાપુલ ખાતે દારૂનું વેચાણ કરતા બાવીબેન ઠાકોરભાઈ કોળી પટેલ તેમજ બાવીબેનનો પુત્ર ધર્મેશ ઠાકોર પટેલના મકાનમાં રેડ કરતા પોલીસને મકાન તેમજ આજુબાજુના વિસ્તારમાં ખુલ્લી જગ્યામાંથી વિદેશી દારૂની તેમજ ટીન બિયરો કુલ નંગ 5956 જેની કિંમત 8,32,805 તેમજ દારૂ વેચાણના રૂપિયા 3200 અને 2 નંગ મોબાઈલ કિંમત રૂપિયા 5500 મળી કુલ 8,41,505 નો મુદ્દામાલ કબજે કરી.
દારૂનો જથ્થોઆપી જનાર અજય ઉર્ફે અજય રૂમલા (રહે,મોગરાવાડી તા.ચીખલી) તેમજ એલેક્સ ચંદ્રકાંત હળપતિ (રહે,કસ્બા ગણદેવી તા.ગણદેવી) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સૂરજ ઉર્ફે બાબુ દીપક (રહે,સમરોલી કુંભારવાડ તા.ચીખલી) અને દારૂનો જથ્થો આપી જનાર ડ્રાઈવર જલુને વોન્ટેડ જાહેર કરાયા છે.
ચીખલી પોલીસની હદ31 પહેલા ચીખલી પોલીસની(Screaming police) હદ માંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ બેડામાં અને બુટલેગરોમાં ફફડાટ વાપી જવા પામ્યો છે.આગામી 31 ડિસેમ્બરને અનુલક્ષીને સંખ્યાબંધ ગામોમાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ આ બાબતે દાખલાની તાતી જરૂરીયાત છે. સમગ્ર બનાવવાની તપાસ બીલીમોરા પી.આઈ ટી.એ.ગઢવી ને સોંપવામાં આવી છે.