- પુસ્તકાલયમાં હાલ 70 પુસ્તકોની કરાઈ વ્યવસ્થા
- ધાર્મિક અને પ્રેરણાત્મક પુસ્તકો દ્વારા દર્દીઓની એકલતા દૂર કરવાનો પ્રયાસ
- કોરોના દર્દીઓ દ્વારા મળેલા સૂચનોને આધારે શરૂ કરાયું છે પુસ્તકાલય
નવસારી: નવસારી જિલ્લામાં ગત બે મહિનામાં વકરેલા કોરોનાને કારણે નવસારી સિવિલ હોસ્પિટલમાં 200થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ કોરોનામાં દર્દીને એકલતા ભાંગી નાખતી હોય છે. આવી વિકટ પરિસ્થિતિમાં દર્દીઓના સૂચનને આધારે સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કલામ પુસ્તકાલય શરૂ કરી નવતર પ્રયોગ કરાયો છે. જેથી ધાર્મિક અને પ્રેરણાત્મક પુસ્તકો દ્વારા દર્દીઓ પોતાની એકલતાને દૂર કરીને કોરોના સામે મક્કમતાથી લડી શકે.
સિવિલ હોસ્પિટલમાં નવતર પ્રયોગ: કોરોના દર્દીઓ માટે શરૂ કરાયું કલામ પુસ્તકાલય આ પણ વાંચો:રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા કચ્છના વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન
પુસ્તકાલયને કોરોના દર્દીઓ આપી રહ્યા છે સારો પ્રતિસાદ
નવસારી જિલ્લામાં ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં વધેલા કોરોના કેસને કારણે નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા 200 ને પાર થઇ હતી. જોકે કોરોના દર્દીઓ તેમના સગા સબંધીઓ સાથે ન રહી શકતા હોવાથી ઘણા દર્દીઓના મનોબળ તૂટયા હતા. પરંતુ RSS ના યુવાનો દ્વારા સ્માર્ટ ફોન થકી પરિજનોને વિડીયો કોલ કરી દર્દીઓનું મનોબળ વધારવાના પ્રયાસો થયા હતા.
આ પણ વાંચો:રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ, શહેરમાં મહિલાઓની સુરક્ષા હવે 'દુર્ગાશક્તિ' કરશે
દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં તેમને પુસ્તક વાંચવા મળે એવી ઈચ્છા પણ દર્શાવી
જેમાં ઘણા દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં તેમને પુસ્તક વાંચવા મળે એવી ઈચ્છા પણ દર્શાવી હતી. ત્યારે એકવાર ફરી યુવાનો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલના ત્રીજા માળે કલામ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. અહીં ધાર્મિક અને પ્રેરણાત્મક પુસ્તકો મૂકવામાં આવ્યા છે. જેને વાંચીને કોરોનાના દર્દીઓ પોતાની એકલતાને ભાંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં આ નાના પુસ્તકાલયમાં 70 પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ નાનું પુસ્તકાલય પણ કોરોના દર્દીઓને સાજા થવા માટે એક નવુ ઈજન પુરૂ પાડે એવી સંભાવના જોવાઇ રહી છે.