ગુજરાત

gujarat

ETV Bharat / state

વિકાસની વાતો પોકળ:  નવસારીમાં 30 વર્ષથી તંત્ર નથી બનાવી શક્યું પાકો રસ્તો, અનેક રજૂઆત છતા પરિણામ શૂન્ય - આદિવાસી વિસ્તાર માટે વિશેષ ફંડ

નવસારીમાં વાસંદા તાલુકામાં આવેલા સરહદી ગામ માનકુનિયામાં આજે 30 વર્ષે પણ પાકો રસ્તો (Lack of Development in Navsari) નથી. અહીંના લોકો પાકો રસ્તો બનાવવા માટે રજૂઆત કરી કરીને થાકી ગયા (People's appeal for Roads in Mankunia village of Navsari) પણ અહીં રસ્તો ન જ બન્યો. હવે આ ગામના લોકોમાં સરકાર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

Lack of Development in Navsari: વિકાસની વાત કરતી સરકાર નવસારીમાં 30 વર્ષથી નથી બનાવી શકી પાકો રસ્તો, અનેક રજૂઆત પણ પરિણામ શૂન્ય
Lack of Development in Navsari: વિકાસની વાત કરતી સરકાર નવસારીમાં 30 વર્ષથી નથી બનાવી શકી પાકો રસ્તો, અનેક રજૂઆત પણ પરિણામ શૂન્ય

By

Published : Feb 16, 2022, 1:20 PM IST

નવસારીઃ રાજ્ય સરકાર ભલે ગુજરાતના વિકાસની ગાથા ગાતી હોય. રાજ્ય સરકાર ભલે એમ કહેતી હોય કે, છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે, પરંતુ આ વાતને ખોટી પાડી છે નવસારીના માનકુનિયા ગામે (People's appeal for Roads in Mankunia village of Navsari). જી હાં, વાસંદા તાલુકામાં આવેલા આ ગામમાં આજે પણ પાકો રસ્તો નથી. એટલે લોકોએ હેરાન (Lack of Development in Navsari) થવું પડે છે. આ કંઈ આજકાલની વાત નથી. અહીં છેલ્લા 30 વર્ષથી આ જ હાલત છે. અહીં ખોરા ફળિયાનો 3.5 કિલોમીટરનો ડુંગરાળ રસ્તો વર્ષો વિત્યા બાદ પણ બન્યો નથી. રજૂઆતોના ડુંગર ચણાયા બાદ પણ સરકાર દ્વારા રસ્તો ન બનાવાતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

1,200ની વસ્તી અને શાળા હોવા છતાં અધિકારી નિષ્ક્રિય

આ પણ વાંચો-રાજકોટમાં કોંગ્રેસે 'ખાડા પૂરો અભિયાન' અંતર્ગત વોર્ડ નં. 12માં ખાડા પૂર્યા

1,200ની વસ્તી અને શાળા હોવા છતાં અધિકારી નિષ્ક્રિય

નવસારી જિલ્લાનો આદિવાસી બાહુલ વાંસદા તાલુકાનો દક્ષિણ-પૂર્વ ભાગ ડુંગરાળ છે. અહીંના સરહદી ગામ માનકુનિયામાં સ્મશાન ભૂમિથી ખોરા ફળિયા સુધીનો 3.5 કિલોમીટરનો ડુંગરાળ રસ્તો 30 વર્ષ પછી પણ બન્યો જ નથી. આ ડુંગરાળ રસ્તા પર આદિમ જૂથની ત્રણ વસાહતો સહિત અંદાજે 1,200 લોકોની વસ્તી છે. અહીં આંગણવાડી અને પ્રાથમિક શાળા પણ છે. શાળામાં 6 શિક્ષકો અને અંદાજે 150 બાળકો અભ્યાસ કરે છે. તેમ છતાં ઉબડ-ખાબડ આ રસ્તો વર્ષોની માગણી બાદ પણ બનાવવામાં (Problem of Mankunia village) નથી આવતો.

ગામના લોકો રસ્તા માટે રજૂઆત કરી કરીને થાકી ગયા
વરસાદમાં આખો રસ્તો પાણીથી ધોવાઈ જતા કાદવ કીચડ થઈ જાય છે

આ પણ વાંચો-પોલમપોલઃ ભાવનગરમાં વરસાદના કારણે 90 ટકા રસ્તા બન્યા બિસ્માર, રિપેરિંગની 491 ફરિયાદ

30 વર્ષે પણ લોકો સરકાર પાસે રસ્તો બનાવવાની રાખી રહ્યા છે આશા

માનકુનિયા ગામમાં એમ્બુલન્સ કે મોટા વાહનો જઈ શકતા નથી. આના કારણે કોઈ બીમાર હોય તો એને ઝોળી બનાવી મુખ્ય રસ્તા સુધી (Bad roads in Mankunia village) લાવવામાં આવે છે. ચોમાસામાં તો સ્થિતિ વધુ દયનીય બને છે. કારણ કે, કાચો રસ્તો હોવાથી કાદવ થાય છે અને લોકોના પગ કાદવમાં ખૂંપી જતા ચાલવામાં મુશ્કેલી ઉભી (Bad roads in Mankunia village) થાય છે. આથી સરકાર દ્વારા આ ડુંગરાળ રસ્તાને બનાવવામાં આવે એવી લાગણી ગ્રામજનો (People's appeal for Roads in Mankunia village of Navsari) સેવી રહ્યા છે.

વાહનચાલકો થાય છે હેરાન
30 વર્ષે પણ લોકો પાકા રસ્તાની જોઈ રહ્યા છે રાહ

આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિશેષ ફંડ, છતાં રસ્તો નહીં

માનકુનિયાના જાગૃત નાગરિક અને આગેવાનો દ્વારા વારંવાર વિસ્તારના લોક પ્રતિનિધિઓ સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆતો (People's appeal for Roads in Mankunia village of Navsari) કરી છે. વર્ષોની રજૂઆતોના પણ ડુંગર ચણાયા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ગુજરાત સરકાર રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જેમાં પણ આદિવાસી વિસ્તાર માટે વિશેષ ફંડની (Special fund for tribal area) ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ વર્ષો વીતવા છતાં પણ ગરીબ આદિવાસીઓની રસ્તાની માગણી પૂરી નથી થતી. જોકે, હજી પણ ગામના આગેવાનો દ્વારા સરકાર વહેલી તકે ખોરા ફળિયાનો રસ્તો બનાવી આપે તેવી આશા સેવી રહ્યા છે.

ગામમાં રસ્તો બનાવવા માટે તંત્રના પેટનું પાણી નથી હલતું

ગુજરાતનો વિકાસ રસ્તાથી, પણ આદિવાસી વિસ્તારમાં રસ્તા વિના વિકાસ ક્યાંથી..?

કોઈ પણ ક્ષેત્રના વિકાસનો પાયો સારા રસ્તાને ગણી શકાય, ત્યારે આદિમ જૂથમાં આવતા લોકોના વિકાસનો રસ્તો જ વર્ષોથી બન્યો નથી. ત્યારે સરકાર આદિવાસી ઉત્થાનની વાતોને જમીન પર સાકાર કરે એજ સમયની માગ છે.

ABOUT THE AUTHOR

...view details