ગુજરાત

gujarat

ETV Bharat / state

દક્ષિણ ગુજરાતમાં 'મહા' વાવાઝુડાની અસર, નવસારીમાં વરસાદ - નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રીથી વાદળછાંયા વાતાવરણ

નવસારીઃ ગુજરાતમાં ક્યાર વાવાઝુડા બાદ હવે મહા વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. શુક્રવાર રાતથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.

Navsari

By

Published : Nov 2, 2019, 11:59 AM IST

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી મહા વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં સર્જાય રહી છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે મહા નામના વાવાઝુડાએ આકાર લેતા નવસારી શહેર અને જિલ્લામાં ગઈકાલ રાત્રીથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો.

ક્યાર બાદ 'મહા' વાવાઝુડાની અસર દક્ષિણ ગુજરાતમાં, નવસારીમાં ઠેર ઠેર વરસાદ

જેમાં રાત્રીના 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી નવસારી -૧૩mm, જલાલપોર 5mm, ગણદેવી 10mm, ચીખલી 13mm, વાંસદા 8mm, અને ખેરગામ 17 mm જેને લઈને વાતવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેડૂતો માટે આફતરૂપ બનેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટુ નુકસાન થાય તેવી શકયતા છે.

ABOUT THE AUTHOR

...view details