- ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા BTP પણ મેદાનમાં
- ખેરગામના પૂર્વી ગામડાઓમાં પાણી સમસ્યા પણ ચૂંટણીનો મુખ્ય મુદ્દો
- તાલુકા પંચાયત કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર
નવસારી: જિલ્લાના ચીખલી તાલુકામાંથી 22 ગામડાઓ સાથે છુટા પડેલા ખેરગામ તાલુકો બન્યા બાદ પ્રથમ દોઢ વર્ષ સુધી ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું હતું અને બાદમાં વર્ષ 2015માં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા ખેરગામમાં કોંગ્રેસે જોર બતાવતા તાલુકા પંચાયતની 16 બેઠાકોમાંથી 12 બેઠકો પર જીત મેળવી હતી અને ભાજપના ફાળે ફક્ત 4 બેઠકો આવી હતી. જ્યારે ખેરગામમાં સમાવિષ્ટ બે જિલ્લા પંચાયત બેઠકો પણ કોંગ્રેસ પાસે રહી હતી. જેમાંથી એક 3 વર્ષ બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી પડાવી લીધી હતી.
કોંગ્રેસે વિકાસના નામે રસ્તાઓ જ બનાવ્યા..!
ખેરગામ તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યા બાદ કોંગ્રેસે તાલુકાની મુખ્ય સમસ્યાઓ પાણી, રોજગારી, શિક્ષણ, આરોગ્ય પર ફોક્સ કરવાને બદલે રસ્તાઓ અને નાળાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું ખુદ ખેરગામ તાલુકા કોંગ્રેસની વાત પરથી ફલિત થાય છે. જ્યારે તાલુકાના યુવાનોને રોજગારી માટે કેન્દ્રની મનરેગા યોજના પર આધાર રાખ્યો હતો, તાલુકામાં સુમુલની દાણ ફેક્ટરીમાં સ્થાનિકોને રોજગારી ન મળી હોવાના BTPના યુવા કાર્યકરો આક્ષેપ લગાવી રહ્યા છે. જ્યારે ભાજપે કોંગ્રેસે સરકારી યોજનાઓનો સુચારૂ અમલ ન કર્યો અને આવેલી ગ્રાન્ટ ખોવા પડી હોવાના આક્ષેપો લગાવ્યા હતા. જેથી કોંગ્રેસ પાસે ખેરગામના વિકાસનું યોગ્ય વિઝન ન હોવાને કારણે પ્રજાએ ઉનાળામાં પાણીની સમસ્યા, તો રોજગારી માટે આસપાસના મોટા શહેરોમાં જવાની મજબૂરી વેઠવી પડી છે.
ભાજપ સત્તામાં આવે, તો GIDC લાવવાનો વાયદો..!