નમક સત્યાગ્રહના સાક્ષી એવા નવસારીમાં દાંડીની મુલાકાત નવસારી: ગાંધીજીના નમક સત્યાગ્રહનું સાક્ષી દાંડી દેશ અને દુનિયામાં તેની આગવી ઓળખ ધરાવે છે. મોબાઈલ યુગ અને આધુનિક જમાનાના યુવાનો સુધી મહાત્મા ગાંધીના વિચારો તેઓ સુધી પહોંચે તે માટે નવસારીના ઐતિહાસિક મીઠા સત્યાગ્રહના સાક્ષી એવા દાંડી મુકામે મોટી સંખ્યામાં યુવાનોને મુલાકાત માટે લાવવામાં આવે છે. જેમાં સાઉથના કેરળ રાજ્યના પોઝિટ કોડ જિલ્લામાંથી શાળાના વિદ્યાર્થીઓ અને જિલ્લા પંચાયતના સભ્યોની ટીમ દાંડીની વિશેષ મુલાકાતે આવી હતી.
ગાંધીજીના સત્યાગ્રહની યાદોને વાગોળી:ગાંધીજીના નમક સત્યાગ્રહના આંદોલનના અમૂલ્ય વારસાને અહીં જાળવી રાખવામાં આવ્યું છે. જેથી આજની યુવા પેઢી ગાંધીજીના વિચારો અને મૂલ્યોને સમજી શકે. ત્યારે સાઉથમાં આવેલા કેરળ રાજ્યના કોઝી કોડ જિલ્લામાં આવેલી 82 જેટલી શાળાના એક એક વિદ્યાર્થીઓ મળી કુલ 82 વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક જિલ્લા પંચાયતની ટીમ નવસારીના ઐતિહાસિક દાંડીની મુલાકાતે આવી હતી. કેરળથી આવેલા વિદ્યાર્થી તેમજ જિલ્લા પંચાયતના સભ્યો સહિત નવસારીના સ્થાનિક શાળાના બાળકો તેમજ શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી ઐતિહાસિક દિવસોની યાદોને વાગોળી હતી.
ગાંધીજીની પ્રતિમાને નમન કરી અહીંથી દાંડી દરિયા કિનારા સુધી પદયાત્રા યોજી દાંડી દરિયાકિનારા સુધી પદયાત્રા:કેરળ રાજ્યના કોઝી કોડ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્યોએ એક અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાંધીજી સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી હતી. ગાંધીજીના આંદોલનના સમયે ગાંધીજીને પડેલી મુશ્કેલીઓ તેમજ ગાંધી વિચારોને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઉતારે તે હેતુસર આ મુલાકાત લેવામાં આવી હતી. દાંડી આવીને ગાંધીજીએ જ્યાં પ્રાર્થના સભા કરી હતી તે પ્રાર્થના મંદિર ખાતે વિદ્યાર્થીઓ અને જિલ્લા પંચાયતના સભ્યોએ ગાંધીજીની પ્રતિમાને નમન કરી અહીંથી દાંડી દરિયા કિનારા સુધી પદયાત્રા યોજી હતી.
કેરલાથી આવેલા જિલ્લા પંચાયતના સભ્ય જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીના મૂલ્યોને આજની યુવા પેઢી સમજી શકે અને તેને જીવંત રાખવાના હેતુસર અને ગાંધીજીના વિચારો સાથે વિદ્યાર્થીઓને જોડવા માટે કોશી કોડી જિલ્લા પંચાયત દ્વારા બાળકોને અહીં લાવવામાં આવ્યા છે.' - ડૉ અભિલાષ બ્લોક પ્રોજેક્ટ કોર્ડીનેટર, કોઝી કોડી જિલ્લા પંચાયત, કેરળ
અમે દાંડી મુકામે આવીને ગાંધીના મૂલ્યોથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ. તેમના મૂલ્યોને અમે જીવંત રાખી આ અમૂલ્ય વારસાની જાળવી રાખીશું. - વિદ્યાર્થી, કેરળ
- Dandi Yatra : 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીએ પદયાત્રા કરીને આપ્યો અનોખો સંદેશ
- સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બીજા દાંડી-ઇંચુડી ગામનું મહત્વ જાણો છો?