ગુજરાત

gujarat

ETV Bharat / state

2000 હજારથી વધુ બાળકોએ કરાટે કરીને પ્રતિભા દર્શાવી

નવસારીમાં ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ (Karate Championship in Navsari) યોજવામાં આવી હતી. જેમાં 2000 હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટાઈલમાં કરાટે કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. (Navsari KKDF International Organization)

2000 હજારથી વધુ બાળકોએ કરાટે કરીને પ્રતિભા દર્શાવી
2000 હજારથી વધુ બાળકોએ કરાટે કરીને પ્રતિભા દર્શાવી

By

Published : Dec 23, 2022, 5:12 PM IST

KKDF ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ

નવસારી : જીવનમાં શિસ્ત જરૂરી હોય છે અને શિસ્તતા લાવવા માર્શલ આર્ટ્સની વિવિધ કસરતો મદદરૂપ થાય છે. ત્યારે નવસારીમાં KKDF ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા આજે ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ (Karate Championship in Navsari)યોજવામાં આવી હતી. જેમાં 2000 હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટાઈલમાં કરાટે કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી.(Navsari KKDF International Organization)

આ પણ વાંચોજૂનાગઢની નિવા લાખાણીએ કરાટેમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતીને શહેરને અપાવ્યું ગૌરવ

વિવિધ કરાટેસની સ્પર્ધા KKDF ઈન્ટરનેશનલ, નવસારી દ્વારા આજે રાજ્ય સ્તરની કરાટે ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 85 શાળાઓના અંદાજે2 હજારથી વધુ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યત્વે કરાટેમાં મહત્વના એવા વિવિધ કરાટેની સ્પર્ધા થઈ હતી. 6 થી 21 વર્ષ સુધીના એ જ ગ્રુપમાં થયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ કરાટે કરીને પોતાની તૈયારી દર્શાવી માર્કસ મેળવ્યા હતા. જેને આધારે એ જ ગ્રુપ અનુસાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી, એમને મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્પર્ધા દરમિયાન અનેક નવી ટેકનીક પણ શીખી હતી. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહી હતી. (karate championship 2022)

આ પણ વાંચોEtv Bharat exclusive Interview: દાહોદમાં જન્મેલી દીકરીએ (કરાટે એથ્લેટે) અમેરિકામાં જીતનો ઝંડો લહેરાવ્યો

15 લાખ વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ KKDF ઈન્ટરનેશનલ સંસ્થા લાંબા સમયથી નવસારીમાં કાર્યરત છે અને નવસારી સહિત આસપાસના જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપી છે. જેમાં દર વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતા કરી, વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને કરાટેનો ઉદ્દેશ્ય લોકોને માર્શલ આર્ટસ પ્રત્યે જાગૃત કરી, તેના થકી જીવનમાં શિસ્તના પાઠ શીખી જીવનમાં આગળ વધે એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. (Gujarat Karate Championship)

ABOUT THE AUTHOR

...view details