ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamsetji Tata Birth Anniversary: નવસારીની નાની ઓરડીથી શરૂ થયેલી વિકાસગાથાએ બનાવ્યું સામ્રાજ્ય, જુઓ - નવસારીમાં જમશેદજી તાતાની પૂજા

નવસારીમાં પારસી અગ્રણીઓએ ભારતના ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહ જમશેદજી તાતાની (Jamshedji Tata, Father of the Indian business world ) પૂજા કરી હતી. ગુરુવારે જમશેદજી તાતાની જન્મજયંતિ નિમિત્તે પૂજા (Jamsetji Tata Birth Anniversary) કરવામાં આવી હતી.

Jamsetji Tata Birth Anniversary: નવસારીની નાની ઓરડીથી શરૂ થયેલી વિકાસગાથાએ બનાવ્યું 103 બિલિયન ડોલરનું સામ્રાજ્ય, જુઓ
Jamsetji Tata Birth Anniversary: નવસારીની નાની ઓરડીથી શરૂ થયેલી વિકાસગાથાએ બનાવ્યું 103 બિલિયન ડોલરનું સામ્રાજ્ય, જુઓ

By

Published : Mar 4, 2022, 3:16 PM IST

Updated : Mar 4, 2022, 4:43 PM IST

નવસારીઃ ભારતના ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહજમશેદજી તાતાની ગુરુવારે જન્મજયંતિ (Jamsetji Tata Birth Anniversary) હતી. આ પ્રસંગે નવસારીમાં પારસી અગ્રણીઓએ જનશેદજી તાતાની પૂજા કરી (Worship of Jamshedji Tata in Navsari) હતી. તાતા સ્ટિલના પૂર્વ MD પી. આર. ડુંગરાજીએ જણાવ્યું હતું કે, નાની ઓરડીમાં જન્મેલા જમશેદજી તાતાએ 103 બિલિયન ડોલરનું સામ્રાજ્ય ઊભું કર્યું (Jamshedji Tata, Father of the Indian business world ) હતું. જમશેદજી તાતાએ કઈ રીતે 103 બિલિયન ડોલરનું સામ્રાજ્ય ઊભું કર્યું તે અંગે તાતા સ્ટિલના પૂર્વ MDએ માહિતી (Former MD of Tata Steel on Jamshedji Tata) આપી હતી.

જમશેદજી તાતાના જન્મસ્થળે પૂજા કરવામાં આવી
ભારતીય ઉદ્યોગ જગતના પિતા જમશેદજી તાતા

આ પણ વાંચોઃતાતા પાવર સોલાર કંપની દ્વારા ધોલેરા હેલ્થ સેન્ટરને પાંચ ઓક્સિજન કોનસ્ટ્રેટરનું અનુદાન

જમશેદજી તાતાના જન્મસ્થળે પૂજા કરવામાં આવી

નવસારી જિલ્લામાં પારસી અગ્રણીઓએ જમશેદજી તાતાના જન્મસ્થળે (Worship of Jamshedji Tata in Navsari) પૂજા કરી હતી. સાથે જ ભારતમાં જમશેદજી તાતાના યોગદાનને યાદ કરી તેમના પાથ પર ચાલવાનો સંકલ્પ લીધો હતો.

જમશેદજી તાતા
જમશેદજી તાતાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃસોહરાબ મોદી - ખરા અર્થમાં હિન્દી ફિલ્મ જગતના પિતામહ

પારસી અગ્રણીઓએ પૂજા અર્ચના કરી આપી શ્રદ્ધાંજલિ

ઈરાનના નારી શહેરના જેવું જ નવસારી જણાતા પારસીઓએ તેને પોતાની માતૃભૂમિ બનાવી હતી. તેમણે નવસારી સહિત ભારતમાં અનેક યોગદાન આપ્યા છે. વર્ષ 1839માં નવસારીના દસ્તૂરવાડના ઘરે 6×6ના નાના રૂમમાં જન્મેલા જમશેદજી તાતાએ શરૂ કરેલો ઉદ્યોગ આજે 103 બિલિયન ડોલરનું સામ્રાજ્ય (Jamshedji Tata, Father of the Indian business world) બન્યું છે.

પારસી અગ્રણીઓએ પૂજા અર્ચના કરી આપી શ્રદ્ધાંજલિ
નવસારીમાં 6x6ની ઓરડીમાં રહેતા હતા જમશેદજી તાતા
જમશેદજી તાતાના જન્મસ્થળે પૂજા કરવામાં આવી

પારસી અગ્રણીઓએ અગ્નિદેવની પૂજા કરી

જમશેદજી તાતાએ ભારતમાં પ્રથમ ટેક્સટાઈલ ઉદ્યોગમાં એમ્પ્રેસ મિલ શરૂ કરી હતી. આજે દરેક ક્ષેત્રમાં તાતા ગૃપની હાજરી છે. ત્યારે જમશેદજી તાતાની 183મી જન્મજયંતિ અવસરે નવસારીના તેમના ઘરે પારસી અગ્રણીઓ ભેગા થયા હતા. અહીં તેમણે અગ્નિદેવની પૂજા અર્ચના કરી તેમને શ્રદ્ધાંજલિ (Worship of Jamshedji Tata in Navsari) અર્પણ કરી હતી. જ્યારે નવસારીમાં પૂર્વમાં કાર્યરત્ તાતા સ્ટિલના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પી. આર. ડુંગરાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાતા ગૃપના સ્થાપક જમશેદજીના આદર્શો અને વિચારોને આત્મસાત કરવા સાથે જ એક માત્ર ઉદ્યોગપતિ ભારતરત્ન જે. આર. ડી. તાતા સાથે કામ કર્યાના સ્મરણોને યાદ (Jamshedji Tata, Father of the Indian business world) કર્યા હતા.

Last Updated : Mar 4, 2022, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details