નવસારી: મળતી માહિતી અનુસાર, નવસારીના તીઘરા જકાતનાકા નજીક નવી વસાહતમાં રહેતી જમના વસાવા (19) મજૂરી કરી પોતાના પરિવારને મદદરૂપ થતી હતી. જે ગત 31 માર્ચની સાંજે પોતાના ઘરેથી કોઈ વસ્તુ લેવાના બહાને નીકળી હતી અને ત્યારબાદ ઘરે પહોંચી જ ન હતી. પરિવારજનોએ જમનાની શોધખોળ કર્યા છતા તેનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન ગુરૂવારે બપોરે તીઘરા નવી વસાહત નજીકની અને જમાલપોર તથા તીઘરા ગામની સરહદ પર આવેલી વરસાદી કાંસમાંથી જમનાની હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો.
નવસારીના જમાલપોરની સીમમાંથી યુવતીની હત્યા કરી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો - જમાલપોર
નવસારીના જમાલપોર ગામની સીમમાંથી 19 વર્ષીય શ્રમિક યુવતીની હત્યા કરી વરસાદી કાંસમાં ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જમાલપોરના સરપંચ તેમજ નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
નવસારીના જમાલપોરની સીમમાંથી યુવતીની હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળ્યો
ઘટનાની જાણ થતા જમાલપોર ગામના સરપંચ સાજન ભરવાડ તેમજ આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ નવસારી ગ્રામ્ય પોલીસના PI પી. પી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. સાથે જ યુવતીના કોઈ સાથે પ્રેમ સંબંધ હતા કે કેમ, તેની માહિતી તેમજ તેના પરિવારજનોની પૂછપરછ આરંભી હતી. સાથે સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસના ચોપડે ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી હતી.