નવસારીમાં આંતરરાજ્ય દારૂ ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ નવસારી: દમણથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો પોલીસથી બચવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે. ત્યારે પંજાબથી લઈને પૂરા પાંચ રાજ્યનો ચકરાવો કરી દક્ષિણ ગુજરાતમાં દારૂ ઠલવાવાનો હતો. પરંતુ નવસારી ગ્રામ્ય પોલીસને ગંધ આવતા કન્ટેનર ચેક કરતા ચોર ખાનામાંથી 37 લાખનો દારૂ મળી આવ્યો હતો.
'નવસારીના ટોલનાકા બોરીયાચ પાસે વોચ ગોઠવી બાતમી વાળી ડામર ભરેલી ટેન્કર આવતા તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું માલુમ પડ્યું ન હતું કે આમાં દારૂ ભરેલો છે. પરંતુ વધુ તપાસ કરતા ટેન્કરના ચોર ખાનામાંથી મોટી સંખ્યામાં અંગ્રેજી બનાવટનો દારૂ મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે 67,24,230 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બે આરોપીની અટક કરવામાં આવી છે અન્ય પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.' -એસ.કે.રાય, DYSP
દારૂની હેરાફેરીની ખેપ: મુંબઈ અને દમણથી દારૂની હેરાફેરીની ખેપ મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા કરવામાં આવે છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ પણ કમર કસ્તી હોય છે. તેથી પોલીસથી બચવા માટે દારૂની ખેતી મારતા બુટલેગરો અવનવા પ્રયાસો અપનાવતા હોય છે. આવા કિસ્સાઓ સમાચારમાં ઘણા પ્રકાશિત થયા છે. પરંતુ છેક પંજાબથી યુ.પી એમ.પી અને મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું શું આયોજિત હેરાફેરીને નિષ્ફળ બનાવવા માટે નવસારી ગ્રામ્ય પોલીસને સફળતા મળી છે. નવસારીના હાઇવેને અડીને આવેલા બોરીયાચ ટોલનાકા પાસેથી 37 લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. બે આરોપીની ધરપકડ કરવા સાથે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
બાતમીના આધારે તપાસ: પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રવજીભાઈ મોરીને બાતમી મળી હતી. જેમાં ટાટા કંપનીના 12 ટાયર વાળા ટેન્કર વલસાડ નવસારી સુરત અંકલેશ્વર ભરૂચ થી વડોદરા જવાની છે. જેના આધારે તપાસ કરવામાં આવી હતી. ડી.કે પટેલ સહિતનો સ્ટાફ નેશનલ હાઇવે નંબર 48 બોરીયલ ટોલનાકા નજીક ગોઠવાય ગયો હતો. જેમાં મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ રાખતા બાતમી વાળું ટેન્કર આવતા તેમાંથી કુલ 545 પુઠાના બોક્સમાં 37,02,000 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કીની બોટલ કુલ નંગ 6,540 મળી આવી હતી. કુલ 67,24,240 ની કિંમતનો મુદ્દા માલ ગ્રામ્ય પોલીસે કબજે કર્યો છે.
- New office bearers in Navsari : બિનહરીફ થઇ નવસારી જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત પદાધિકારીઓની નિમણૂકો
- Navsari News: નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી