ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીનો હીરા ઉદ્યોગ ડોલર અને આંતરરાષ્ટ્રીય સ્થિતિની અસરથી થઈ રહ્યો છે ઝાંખો - આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવે મળતા રફ હીરા

આંતરરાષ્ટ્રીય સ્તર પર નભતા હીરા ઉદ્યોગ રશિયા યુદ્ધને કારણે તથા કાચા હીરાની ખપત અને વધેલા ભાવને લઈને હીરા વેપારીઓની ચિંતા વધી છે, ત્યારે અમેરિકા, ચાઇના, હોંગકોંગના નિયમોને કારણે પણ એક્સપોર્ટ ઘટી (International regulations declined diamond exports) છે. બીજી તરફ ડોલરની સામે રૂપિયો તૂટતા (Rupee depreciates against dollar) હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ (Downturn in diamond industry) લાવી રહ્યો છે.

નવસારીનો હીરા ઉદ્યોગ ડોલર અને આંતરરાષ્ટ્રીય સ્થિતિની અસરથી થઈ રહ્યો છે ઝાંખો
નવસારીનો હીરા ઉદ્યોગ ડોલર અને આંતરરાષ્ટ્રીય સ્થિતિની અસરથી થઈ રહ્યો છે ઝાંખો

By

Published : Oct 6, 2022, 8:45 PM IST

નવસારીસુરત ગોળ હીરાનું હબ (Surat round diamond hub) છે, તો નવસારી જવેલરી ઉદ્યોગના પોલકી હીરાનું હબ (Navsari Polki diamond hub ) છે. કોરોના બાદ સુસ્ત પડેલ હીરા ઉદ્યોગ ધીમી ગતિએ આગળ વધ્યો છે. આ વખતે હીરા વેપારીઓ અને કારખાનેદારોને સારા વેપારની આશા હતી, પરંતુ કોરોનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે (International regulations declined diamond exports) અનેક દેશોના નિયમમાં બદલાવ થયો છે તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia and Ukraine War) થઈ રહ્યું છે. લગભગ 29 ટકા રફ એટલે કે કાચા હીરા રશિયાથી આવે છે, પણ યુદ્ધને કારણે રશિયન પોર્ટ બંધ થતાં કાચા હીરા બંધ થયા છે. જેની સાથે ડોલરની સરખામણીએ રૂપિયો સતત તુટી (Dollar slowdown diamond industry) રહ્યો છે. જેથી રફ હીરાના ભાવ સતત વધી રહ્યા છે.

ડોલરની સરખામણીએ રૂપિયો સતત તુટી રહ્યો છે. જેથી રફ હીરાના ભાવ સતત વધી રહ્યા છે. આવક ઓછી અને ભાવ વધારે હોવાથી કાચા હીરાની ખરીદી પર અસર જોવા મળી રહી છે.

કાચા હીરાની ખરીદી પર અસરઆવક ઓછી અને ભાવ વધારે હોવાથી કાચા હીરાની ખરીદી (Rough Diamonds buying) પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ હીરા પોલિશ થયા બાદ તેના માટે ભારતીય બજારમાં વેચાણ (Polish diamonds Sales in Indian market) છે, પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ડિમાન્ડ ઓછી થઈ છે. જેથી હીરા વેપારીઓ અને કારખાનેદારોને આર્થિક તફાવત જોવાતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ડોલરમાં નાનો અમસ્તો બદલાવ પણ વેપારીઓને લાખો કરોડોનો તફાવત પાડે છે. જેથી નાના હીરા વેપારીઓ અને કારખાનેદારોને દિવાળી બાદ આર્થિક મુશ્કેલી વેઠવી પડે એવી સ્થિતિ જોવાઇ રહી છે.

રફ હીરા અને તૈયાર હીરાના વેચાણ વચ્ચે પાતળો તફાવતહીરો નવસારીની ઓળખ છે અને નવસારીમાં મુંબઇ અને સુરતના મોટા વેપારીઓએ પોતાની ફેકટરીઓ પણ કાર્યરત કરી છે. મોટો કારીગર વર્ગ અને હીરા વેપારીઓ, દલાલો નવસારી સાથે સુરતના બજાર સાથે સંકળાયેલા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવે મળતા રફ હીરા (Rough diamonds high prices in international market) અને તૈયાર હીરાના વેચાણ વચ્ચે પાતળો જ તફાવત રહે છે. જ્યારે ઘરેલુ બજારમાં તૈયાર હીરાની માંગ ઓછી છે, ત્યારે ડોલર ઊંચો જવો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ નવસારીના હીરા ઉદ્યોગને મંદી તરફ ખેંચી રહ્યો છે.

હીરા ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે ઝાંખોહાલ તો સ્થિતિ વિકટ નથી, પરંતુ જો આજ પ્રમાણે રહ્યુ તો દિવાળી બાદ ઘણા નાના કારખાના કે વેપારીઓ કાચા પડે એવી સંભાવના જોવાઇ રહી છે. નવસારીને ચમક આપતો હીરા ઉદ્યોગ ડોલર અને આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે ઝાંખો થઈ રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં ડોલરમાં સુધાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તૈયાર હીરાની ડિમાન્ડ વધે તોજ મંદીના રસ્તે જતો હીરા ઉદ્યોગ ગતિ પકડી શકે એમ છે.

ABOUT THE AUTHOR

...view details