નવસારી : કોરોના વાઇરસના સંક્રમણથી બાળકોને બચાવવા શાળાઓને બંધ રાખવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી તેમને ઓનલાઈન અભ્યાસનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને શાળા અને ટ્યુશન બંધ હોવાથી મુશ્કેલી જણાઈ રહી હતી. જેનો નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉકેલ લઇ આવી અને વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોનો વીડિયો બનાવી અભ્યાસનો નવતર પ્રયોગ શરૂ કરાવ્યો છે.
નવતર પ્રયોગઃ વિજ્ઞાન પ્રવાહના 4000 વિદ્યાર્થીઓ માટે વીડિયો બનાવી અભ્યાસનો નવતર પ્રયોગ - Innovative experiment of making videos for 4000 students of science stream
કોરોનાને કારણે શાળાઓ શરૂ થઈ શકી નથી, પરંતુ બાળકોનો અભ્યાસ ન બગડે તેના માટે શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં નવસારી જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના અંદાજે 4 હજાર વિદ્યાર્થીઓ માટે મુખ્ય 4 વિષયોના નિષ્ણાત શિક્ષકો દ્વારા વીડીયો બનાવી જિલ્લાના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચાડી અભ્યાસનો નવતર પ્રયોગનો આરંભ કર્યો છે. જેનું વિદ્યાર્થીઓમાં પણ સારૂ પરિણામ જોવા મળી રહ્યું છે.

વિદ્યાર્થીઓ માટે વીડિયો બનાવી અભ્યાસનો નવતર પ્રયોગ
વીડિયો બનાવી અભ્યાસનો નવતર પ્રયોગ
આ તકે અભ્યાસમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ મુખ્ય 4 વિષયોના 16 વિષય નિષ્ણાંત શિક્ષકોની ટીમ બનાવી નવસારીની સંસ્કાર ભારતી હાઈસ્કુલમાં વીડિયો બનાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાથી ધોરણ 11 અને ધોરણ 12ના મળી અંદાજે 4 હજાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાઇ રહ્યો છે. શિક્ષકો વિષય અને પાઠ્યક્રમ મુજબ વીડિઓ બનાવી તેને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જિલ્લાના છેવાડાના બાળકો સુધી પહોંચાડી માર્ગદર્શન આપી રહ્યાં છે.