- જિલ્લામાં 660 સરકારી અને 163 ખાનગી શાળાઓમાં બાળકોની કિકયારી સંભળાશે
- શાળાઓમાં વર્ગખંડોને સેનેટાઈઝ કરી, સાફ-સફાઈ કરવામાં આવી
- સરકારની SOP પ્રમાણે નાના ભુલાકાઓને આવકારવા શાળાઓ તૈયાર
નવસારી :રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Waghan ) ગતરોજ કરેલી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ(Classes 1 to 5 start ) કરવાની જાહેરાત બાદ આજે બે વર્ષો બાફ નવસારી(navsari) જિલ્લાની 800 થી વધુ શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને આવકારવાની તૈયારી આરંભી દેવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં(Navsari Government Primary School ) બાળકો શાળાએ આવ્યા હતા, ત્યારે ખાનગી શાળાઓ હજુ એક-બે દિવસમાં શરૂ થશે.
પોણા બે વર્ષો બાદ શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ
કોરોના કાળ શરૂ થયાની સાથે જ ગુજરાતમાં શાળાઓને તાળા લાગી ગયા હતા. જોકે બીજી લહેર બાદ કોરોનાના(Corona કેસમાં ઘટાડો થતા સરકારે તબક્કાવાર શિક્ષણ કાર્ય આરંભ્યું છે. જેમાં અંતિમ તબક્કો એટલે કે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને શાળાએ(Classes 1 to 5 start ) બોલાવવા માટે સરકારે ઘણી રાહ જોઈ છે.
ધોરણ 1 થી 5 ના વર્ગો 22 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી
ગત રોજ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ(Jitu Waghan ) ધોરણ 1 થી 5 ના વર્ગો 22 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી શાળાઓને જુના SOP પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવવાની મંજૂરી આપી હતી. જેને આધારે નવસારી જિલ્લાની સરકારી 660 શાળાઓ અને ખાનગી 163 શાળાઓએ નાના ભૂલકાઓને આવકારવાની તૈયારી આરંભી દીધી છે.