ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીમાં શ્રમિકોએ પોતાના મળેલા આવાસ ભાડે આપી દીધા - રેલવે ઓવરબ્રિજ

ફિલ્મોની રિલ લાઈફમાં બનતી ઘટના જેવી જ એક ઘટના નવસારીમાં રિયલ લાઈફમાં બની છે. નવસારીના બંદર રોડ પર રેલવેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ સરકારી આવાસ ફાળવ્યા હતા, પરંતુ આ આવાસના મકાનને તેમણે ભાડે આપી દીધા અને પોતે ઝૂંપડામાં રહેવા જતા રહ્યા. આથી પાલિકાએ આજે ભાડૂઆતોને આવાસ ખાલી કરવા સાથે જ ઝૂંપડવાસીઓને ત્યાં વસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

નવસારીમાં શ્રમિકોએ પોતાના મળેલા આવાસ ભાડે આપી દીધા
નવસારીમાં શ્રમિકોએ પોતાના મળેલા આવાસ ભાડે આપી દીધા

By

Published : Mar 20, 2021, 1:31 PM IST

  • બંદર રોડના શ્રમિક પરિવારોને પાલિકાએ રીંગરોડ પર આવાસ ફાળવ્યા હતા
  • આવાસ મળ્યા બાદ તેને ભાડે ચઢાવી, શ્રમિકો ઝુંપડામાં જ રહેતા હતા
  • રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ થતા બંદર રોડ પર કરાયું હતું ડિમોલેશન

આ પણ વાંચોઃગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 10 હજાર 121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું

નવસારી: બોલીવુડ ફિલ્મ 'નાયક'માં આપણે જોયું હતું કે, કેવી રીતે એક શ્રમિક પરિવાર પોતાને સરકાર દ્વારા મળેલા આવાસના મકાનને ભાડે આપી પોતે કાચા મકાન એટલે કે ઝૂંપડામાં રહે છે. બસ, આવી જ ઘટના જોવા મળી રહી છે નવસારીમાં. અહીં બંદર રોડ પર રેલવેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ સરકારી આવાસ ફાળવ્યા હતા, પરંતુ આ આવાસના મકાનને તેમણે ભાડે આપી દીધા અને પોતે ઝૂંપડામાં રહેવા જતા રહ્યા. આથી પાલિકાએ આજે ભાડૂઆતોને આવાસ ખાલી કરવા સાથે જ ઝૂંપડવાસીઓને ત્યાં વસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આવાસ મળ્યા બાદ તેને ભાડે ચઢાવી, શ્રમિકો ઝુંપડામાં જ રહેતા હતા

ડિમોલેશનથી 21 શ્રમિક પરિવારો થયા બેઘર

નવસારી રેલવે સ્ટેશનની ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ નવસારી રેલવે અને પાલિકા દ્વારા બંદર રોડના 52 ઝૂંપડાઓનું ડિમોલેશન કરાયું હતું, જેને કારણે શ્રમિક પરિવારો રસ્તા પર આવી ગયા છે. પરંતુ અહીં હિન્દી ફિલ્મ 'નાયક'ની રિલ લાઈફ ઘટના રિયલ લાઈફમાં જોવા મળી છે. નવસારી પાલિકાએ બંદર રોડના 30 શ્રમિક પરિવારોને ફાળવેલા 30 આવાસો, તેમણે ભાડે આપી દીધા હતા અને પોતે ઝૂંપડામાં જ રહેતા હતા. જોકે, 21 પરિવારોને આવાસ મળ્યા ન હતા. તેમણે પાલિકાના શાસકો સહિત લોક પ્રતિનિધિઓને રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યુંં હતું અને શ્રમિક પરિવારો બેઘર થયા છે. આથી ઘરના બદલે ઘરની માગણી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃવડોદરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ મહિનાથી બંધ


પાલિકાના નવનિયુક્ત પ્રમુખે ભાડુઆતોને આવાસ ખાલી કરાવ્યા

બંદર રોડના ઝૂંપડવાસીઓએ પોતાના આવાસો ભાડે આપ્યા હોવાનું જાણતા જ નવસારી-વિજલપોર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિગીશ શાહ પોતાની ટીમ સાથે રિંગ રોડના સરકારી આવસોની વસાહતમાં પહોંચ્યા હતા. અહીં ગેરકાયદેસર રીતે ભાડે રહેતા ભાડૂઆતોને કડક શબ્દોમાં આવાસ ખાલી કરવાની સૂચના આપી હતી. આ સાથે જ જે શ્રમિક પરિવારોને પણ આવાસમાં જ રહેવા અને જો ફરી ભાડે આપશે તો તેમને ફાળવેલ આવાસ રદ કરવાની ચેતવણી આપી હતી.

બંદર રોડના શ્રમિક પરિવારોને પાલિકાએ રીંગરોડ પર આવાસ ફાળવ્યા હતા

સરકારી આવાસનો લાભ જોઈએ, પણ રહેવું તો ઝૂંપડામાં જ છે!

સરકાર ઝૂંપડામાં રહેતા શ્રમિકોને રહેવા માટે યોગ્ય ઘર મળે એ હેતુથી દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ઘણા શ્રમિકો મફતમાં મળેલા સરકારી આવાસનો ગેરલાભ ઉઠાવી તેમાંથી આવક મેળવતા હોય છે. જેને કારણે સરકારનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે.

રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ થતા બંદર રોડ પર કરાયું હતું ડિમોલેશન

ABOUT THE AUTHOR

...view details