- નવસારીમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો
- જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા
- જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ
નવસારીઃ જિલ્લામાં ધીમે ધીમે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ કોરોનામાંથી સાજા થનારા દર્દીઓ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના નવા 32 કેસ નોંધાયા હતા. જ્યારે 58 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ ત્રણ દર્દીઓના મોત નોંધાયા હતા.
આ પણ વાંચો-gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ
જિલ્લામાં હવે કોરોના હાંફ્યો
જિલ્લામાં છેલ્લા બે મહિનામાં હાહાકાર મચાવનાર કોરોના હવે હાંફી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થવા સાથે જ કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, ગણદેવી તાલુકાના 65 વર્ષીય વૃદ્ધ અને 55 વર્ષીય આધેડ તેમ જ ખેરગામના 72 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું હતું.