ગુજરાત

gujarat

ETV Bharat / state

બીભત્સ વીડિયો ઉતારી યુવતી સાથે દુષ્કર્મ આચરતા આરોપીની પોલીસે ધરપકડ કરી - નવસારી પોલીસ

સોશિયલ મીડીયા ઉપયોગી થવા સાથે, ઘાતક પણ સાબિત થઇ રહ્યુ છે. સોશિયલ મીડિયા પર મનોરંજનના નામે પીરસાતી બીભત્સતા યુવાનોને વિકૃત બનાવી રહી છે. આવી વિકૃતિનો શિકાર બનેલા ખેરગામના વાવ ગામના યુવાને પોતાની મિત્રની 13 વર્ષની બહેનને ભોળવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. વિકૃતિથી પીડિત યુવાને તરૂણીનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કર્યો હતો. જેની જાણ થતાં જ પીડિતાની માતાએ ખેરગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે નરાધમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Navsari
નવસારી

By

Published : Oct 10, 2020, 10:24 AM IST

નવસારી : સોશિયલ મીડીયા ઉપયોગી થવા સાથે, ઘાતક પણ સાબિત થઇ રહ્યુ છે. વધતો જતો સોશિયલ મીડિયાનો વ્યાપ યુવાનોને વિકૃતિ તરફ પણ ધકેલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મનોરંજનના નામે પીરસાતી બીભત્સતા યુવાનોને વિકૃત બનાવી રહી છે. આવી વિકૃતિનો શિકાર બનેલા ખેરગામના વાવ ગામના યુવાને પોતાની મિત્રની 13 વર્ષની બહેનને ભોળવીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. વિકૃતિથી પીડિત યુવાને તરૂણીનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કર્યો હતો. જેની જાણ થતાં જ પીડિતાની માતાએ ખેરગામ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે નરાધમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

બીભત્સ વીડિયો ઉતારી યુવતી સાથે દુષ્કર્મ આચરતા આરોપીની પોલીસે ધરપકડ કરી

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાવગામે રહેતા મહેશ ઉર્ફે મેહુલ ઉર્ફે પાંડુ માછીએ ખેરગામના જ એક ગામમાં રહેતી તેની પરિચિત મિત્રની 13 વર્ષીય પિતરાઈ બહેન સાથે પરિચય કેળવ્યો હતો. તરૂણી સાથેના પરિચયનો ફાયદો ઉઠાવી મહેશ તરૂણીના બીભત્સ ફોટો તેના મોબાઇલમાં હોવાનું જણાવી તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. ત્યારબાદ તેણે યુવતીને ફોટા ડીલીટ કરવાની વાત કરીને મળવા બોલાવી હતી. ત્યારબાદ પીડિતા તા. ૩ જી ઓક્ટોબરે મહેશને મળવા ગઈ હતી. પરંતુ તરૂણી મહેશને મળતાં જ મહેશ તેને પોતાની બાઇક પર બેસાડી ધરમપુર તરફના રસ્તે લઇ ગયો હતો. જ્યાં રસ્તામાં એક ખેતરમાં લઇ જઇ તરૂણીનો બીભત્સ વીડિયો ઉતાર્યા બાદ મહેશે તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતુ, અને ધમકી આપી પરત મુકી ગયો હતો.

બાદમાં વિકૃત મનના નરાધમ મહેશે તરૂણીનો બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરતા, પીડિતાના પરિજનો સુધી વાત પહોંચી હતી. જેથી પીડિતાની માતાએ આરોપી મહેશ વિરૂદ્ધ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પોસ્કો એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધી હવસખોર મહેશની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details