ગુજરાત

gujarat

ETV Bharat / state

જલાલપોરમાં ઉત્પાત મચાવનારા કપીરાજ પાંજરે પુરાયા - corona effect in navsari

નવસારીના જલાલપોરના મછાડ અને બોદાલી ગામે છેલ્લા થોડા દિવસોથી ઉત્પાત મચાવતો અને ગ્રામીણો પર હુમલો કરી ઘાયલ કરનારા કપીરાજને નવસારી વન વિભાગ તેમજ એનિમલ સેવિંગ્સ સોસાયટી દ્વારા મહા મહેનતે પાંજરે પુરાયો હતો. જયારે કપીરાજની આરોગ્ય તપાસ બાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનને આધારે જંગલમાં છોડવામાં આવશે.

જલાલપોરમાં ઉત્પાત મચાવનાર કપીરાજ પાંજરે પુરાયો
જલાલપોરમાં ઉત્પાત મચાવનાર કપીરાજ પાંજરે પુરાયો

By

Published : May 18, 2020, 8:31 PM IST

નવસારીઃ જલાલપોર તાલુકાના મછાડ અને બોદાલી તેમજ આસપાસના ગામોમાં છેલ્લા થોડા દિવસોથી એક કપીરાજે ઉત્પાત મચાવ્યો હતો. જોકે ઉત્પાતની સાથે સાથે કપીરાજ દ્વારા ગ્રામીણો પર હુમલો કરાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં રસ્તે ચાલતા લોકોને હેરાન કરતો હોવાની વાતો પણ સામે આવી હતી.

જલાલપોરમાં ઉત્પાત મચાવનાર કપીરાજ પાંજરે પુરાયો

જેમાં મછાડ ગામની એક વૃદ્ધા તેમજ એક બાઈક ચાલક પર હુમલો કરતા બંને ઘાયલ થયા હતા. જયારે કપીરાજના હુમલામાં બાઈકને પણ નુકશાન થયુ હતુ. ફરિયાદોને ધ્યાને લઇ નવસારી વન વિભાગના આરએફઓ વાય. એસ. પઠાણ તેમની ટીમ તેમજ એનિમલ સેવિંગ્સ સોસાયટીના સભ્યો સાથે પાંજરૂ લઇ કપીરાજને પકડવા પહોંચ્યા હતા. જ્યાં ભારે મહેનત બાદ તોફાની કપીરાજને પકડવામાં તેમને સફળતા મળી હતી. જયારે કપીરાજ પાંજરે પુરાતા ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details