- નવસારીમાં ઉછળ્યા ઉચાં ઉચાં મોજા
- 15 ફુટ ઉંચી પ્રોટેક્શન વૉલ ફાંડવા દરિયાના મોજા ઉછળી રહ્યા હોય એવો નજારો
- વાવાઝોડાને ધ્યાને રાખી કાચા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
નવસારી : તોફાનને જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પટલો આવ્યો હતો અને સાંજ પડતા ધીમી ધારે વરસાદ પણ પડવા લાગ્યો હતો. તોફાનને કારણે દરીયો ગાંડોતૂર બની રહ્યો છે.
નવસારીના બોરસી-માછીવાડ ગામે દરિયો થયો ગાંડોતૂર 10 ફુટ ઉંચા મોઝા
અરબ સાગરમાં ઉઠેલુ તૌકતે વાવાઝોડું આજે રાત્રે નવસારીમાં ટકરાય એવી સંભાવના જોવાઇ રહી છે. નવસારીના દરિયામાં પણ ઉછળતા મોજાઓ ગામમાં પ્રવેશવાના પ્રયાસ કરી રહ્યા છે. જલાલપોરના માછીવાડ ગામે દરિયો પ્રોટેકશન વોલને ફાંદવાનનો પ્રયાસ કરી રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે વાવાઝોડાને ધ્યાને લઇ ગામમાં કાચા મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. સાથે જ દરિયા કિનારા ઉપર પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેથી કોઈ જાનહાની ન થાય, જ્યારે જિલ્લા તંત્ર દ્વારા પણ ક્લાસમાં કક્ષાના અધિકારીને નોડલ બનાવી સમગ્ર સ્થિતિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.