- બે મકાનોના પતરા ઉડતા પરિવારજનોએ પડોશીને ત્યાં આશરો લીધો
- ગામના કાચા મકાનમાં રહેતા લોકોનુ કરાયું હતું સ્થળાંતર
- સરપંચે નુકસાનીનો સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરી
નવસારી: જિલ્લાના દરિયા કિનારા નજીકથી તૌકતે વાવાઝોડુ પાસ થયા બાદ તેની આફ્ટર ઇફેક્ટ સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે દરિયા કિનારે ભારે પવન અને ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ છે. જેમાં કાંઠાના દીવાદાંડી માછીવાડ ગામે આજે મંગળવારે વહેલી સવારે છ ગાળાના મકાનનો પહેલો માળ ધરાશાયી થયો હતો. જ્યારે મકાનની દિવાલોમાં મોટી તિરાડો પડી હતી. જોકે ઘરના સદસ્યો બે દિવસો અગાઉ જ પોતાના સંબંધીને ત્યાં ગયા હોવાથી જાનહાની ટળી હતી. ઘર તૂટતા ગ્રામજનો તેમજ સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે ગ્રામપંચાયતની સામે આવેલા બે મકાનોના પતરા ઉડી જ દરિયાતા પરિવારે પડોશીઓને ત્યાં આસરો લેવો પડ્યો હતો. જેથી ગ્રામપંચાયત દ્વારા સર્વેની કામગીરી આરંભી, નુક્શાનીનો ક્યાસ કાઢવાની તૈયારી કરી હતી.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા