ગુજરાત

gujarat

ETV Bharat / state

લાકડા કાપવા ગયેલા દંપતીમાંથી પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પતિએ કરી આત્મહત્યા - Moldhara village of Navsari taluka

નવસારીમાં મોલધરા ગામે પ્રથમ પત્નીનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં મળ્યા બાદ પતિનો મૃતદેહ ગામની સીમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને PM અર્થે ખસેડી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

લાકડા કાપવા ગયેલા દંપતીમાં પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પતિએ કરી આત્મહત્યા
લાકડા કાપવા ગયેલા દંપતીમાં પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પતિએ કરી આત્મહત્યા

By

Published : May 9, 2020, 12:26 AM IST

નવસારીઃ નવસારીમાં મોલધરા ગામે લાકડા કાપવા ગયેલા હળપતિ દંપતીમાં પત્નીનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં મળ્યા બાદ પતિનો મૃતદેહ ગામની સીમમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. જેમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હોવાની ચર્ચા ઉઠી છે, પરંતુ હાલ નવસારી ગ્રામ્ય પોલીસે બંને મૃતદેહોને PM અર્થે ખસેડી હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

લાકડા કાપવા ગયેલા દંપતીમાં પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પતિએ કરી આત્મહત્યા

નવસારી તાલુકાના મોલધરા ગામે રહેતી અને નવસારીની રોટરી આઈ હોસ્પિટલમાં નોકરી કરતી અનિતા હળપતિના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ખેરગામના કિશન હળપતિ સાથે થયા હતા. કિશન ઘર જમાઈ તરીકે અનિતાના ઘરે જ રહેતો અને ખેત મજૂરી કરતો હતો. અનિતા અને કિશન ગામની સીમમાં લાકડા કાપવા ગયા હતાં, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો સહિત ગ્રામજનોએ શોધખોળ કરી હતી, પણ બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. કિશન મોલધરાના એક ખેતરમાં લીમડાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

લાકડા કાપવા ગયેલા દંપતીમાં પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, પતિએ કરી આત્મહત્યા

જેની જાણ થતા તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આસ-પાસમાં પોતાની દીકરી અનિતાની શોધ કરતા ગામ નજીકની ખાડીમાંથી અનિતાનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંનેના મૃતદેહોને PM અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.

અનિતા અને કિશનના મોતને લઈને ગ્રામજનોમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. જેમાં બંને વચ્ચે કોઈક બાબતે ઝઘડોનું વરવુ પરિણામ આવ્યું હશે, જેમાં પ્રથમ કિશને, અનિતાની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હશે. જેમાં કિશને પૂર્ણા કિનારાના લીમડાના ઝાડે સાડીથી ગળે ફાંસો નાંખવાની કોશિશ કરી હોવાનું પણ ગ્રામજનોમાં ચર્ચાયુ હતું. જોકે ખરી હકીકત જ રિપોર્ટ બાદ જ બહાર આવશે.

ABOUT THE AUTHOR

...view details