નવસારી: જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની જીવાદોરી સમાન લોકમાતા પૂર્ણાં બંને કાંઠે વહેતી થઈ છે. જેને કારણે નદી કિનારાના ગામોને સતર્ક કરાયા છે. નવસારી જિલ્લામાં બે દિવસોથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ગુરવારે નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં પડેલા ભારે વરસાદને પગલે ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણાં નદી બે કાંઠે - નદીમાં પાણીની આવક
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણાં નદી બે કાંઠે વહી રહી છે.
નવસારી
નવસારી સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવતા જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ છે. નવસારી શહેરની જીવાદોરી સમાન પૂર્ણાં નદીમાં જળ સ્તર વધતા પૂર્ણાં નદી 15.25 ફૂટે વહેતી થઈ છે. જેના લીધે કિનારાના ગામોને એલર્ટ કરાયા છે. જો આજરીતે વરસાદ ચાલુ રહ્યો તો પૂર્ણ નદીનું જળસ્તર હજી પણ વધવાની સંભાવના સેવાઇ રહી છે.
જ્યારે પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા નવસારીના કુરેલ ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.