- ગણદેવી તાલુકામાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ
- વાંસદાને છોડીને તમામ તાલુકાઓમાં ભારે વરસાદ
- શહેરમાં પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી
નવસારી : જિલ્લામાં ગત મોડી રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ગણદેવી તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે 6ગણદેવીની વેંગણિયા નદી બંને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ગણદેવી-બીલીમોરા માર્ગ પર વેંગણિયા નદી પરના લો લેવલ બંધરા-પુલ પરથી નદીના પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે વેંગણિયાના દક્ષિણ છેડે અંદાજે 15 પરિવારોનો ગણદેવીથી સંપર્ક તૂટ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પણ ખોટી પડતી હતી
જૂનમાં વરસાદ વરસ્યા પછી પાછો ઠેલાતા લોકો ભારે ઉકળાટથી અકળાયા હતા. જ્યારે ખેડૂતો વરસાદની ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી પણ ખોટી પડી રહી હતી. ગત મોડી રાતે 2 વાગ્યાથી શરૂ થયેલા વરસાદને કારણે 8 કલાકમાં નવસારી જિલ્લાના 5 તાલુકાઓમાં પાણી-પાણી થયા છે.
દક્ષિણ કિનારે આવેલા અંદાજે 250 પરિવારો સંપર્ક વિહોણા થયા
સૌથી વધુ ગણદેવી તાલુકામાં 9.79 ઇંચ વરસાદ ખાબકતા ગણદેવીની નદીઓમાં નવા નીર આવ્યા હતા. ગણદેવીની વેંગણિયા નદી પણ બન્ને કાંઠે થતા ગણદેવી-બીલીમોરા માર્ગ પરનો બંધારા પુલ ડૂબ્યો હતો. જેને કારણે દક્ષિણ કિનારે આવેલા અંદાજે 250 પરિવારો સંપર્ક વિહોણા થયા હતા.
આ પણ વાંચો : Disaster: ઉત્તરકાશીના માંડો અને નિરાકોટ ગામમાં ધોધમાર વરસાદથી મોટું નુકસાન
વેપારીઓએ જાતે ડ્રેનેજમાંથી કચરો કાઢીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી
સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે નવસારી-વિજલપોર શહેરમાં પણ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. શહેરના વિજલપોર, કાશીવાડી, કાલિયાવાડીના ભૂત ફળિયા, શાંતાદેવી રોડ, દેવેશ્વર મહાદેવ મંદિર નજીક ચોવીસી, છાપરા રોડ વગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને કારણે રસ્તા પરની દુકાનો તેમજ ઘરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોએ પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાણી ભરવાને કારણે રસ્તાનો કચરો ડ્રેનેજમાં જતા પાણીનો નિકાલ અટક્યો હતો. જેથી વેપારીઓએ જાતે ડ્રેનેજમાંથી કચરો કાઢીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી.
પાલિકાના પ્રમુખ સહિત અધિકારીઓએ ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું