ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણાં નદીના કાંઠેના ગામો એલર્ટ પર - નવસારી

નવસારી: જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી ઉપરવાસમાં શુબિર અને મહુવા જિલ્લામાં સાડા ત્રણ ઇંચ જેટલા વરસાદે વરસ્યો હતો. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદી 21 ફૂટે વહેતી થઈ છે. જેથી અનેક વિસ્તારોમાંથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સલામત જગ્યાએ સ્થંળાતર કરવાની અપલી કરવામાં આવી છે.

etv bharat navsari

By

Published : Aug 9, 2019, 9:12 PM IST

ભારે વરસાદે નવસારી શહેરની લોકમાતાને ભયજનક સપાટીએ મૂકી દેતા નીચાણવાળા વિસ્તાર ગણાતા ભેંસતખાડામાં ફરી નદીના પાણી ફરી વળ્યાં છે. જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરો અને મંદિરોમાં પાણી આવતા લોકો એલર્ટ થયા છે.

નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણાંનદીના કાંઠેના ગામોને એલર્ટ કરાયા

નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીને 21 ફૂટે વહેતી થઈ છે. જો કે, 23 ફૂટ ભયજનક છે. પરંતુ વહીવટી તંત્રએ સાયરન વગાડીને લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે. શહેરના ભેસ્તખાડા શાંતદેવી રૂસતમવાડી, મહાવીર સોસાયટી, ગધેવાન, રંગુનનગર હિદયાત નગર મીઠીલા નગરી અને પૂર્ણાંનદીના કાંઠેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details