મહિલા તબીબને વર્તનના ભોગ બનેલા દર્દીઓએ જણાવ્યું હતુ કે આ ડોક્ટર ગંદી ગાળો બોલ્યાનો આક્ષેપ કર્યો હતો. મેંગુષી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ સાથેના વર્તનને લઈને હોસ્પિટલમાં હંગામો મચાવતા જિલ્લાના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અને તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારી મેન્ગુંસી હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જો કે હોસ્પિટલના અન્ય કર્મીઓ પણ મહિલા તબીબના વર્તનથી કંટાળી ગયા છે. બીલીમોરા વિપક્ષી સભ્યો પણ આ મામલે હોસ્પિટલમાં દોડી આવીને મહિલા તબીબ સામે વિરોધ કર્યો હતો.
બીલીમોરાની મેંગુષી હોસ્પિટલની મહિલા ડોક્ટરે ગુજરાતી દર્દીઓ સાથે કર્યુ ગેરવર્તન - દર્દી
નવસારી: નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાને રાહત થાય તે માટે રાજ્ય સરકારે મેંગુષી હોસ્પિટલમાં સેવાઓ શરૂ કરી હતી. જે નિર્વિવાદ ચાલી રહી હતી. પરંતુ, ત્યાંના એક હિન્દી ભાષી મહિલા તબીબ દ્વારા ગુજરાતી દર્દીઓને તપાસવાની ના પાડી તેની સાથે ગેર વર્તન કરતા લોકોએ હંગામો મચાવ્યો હતો. જ્યારે, હોસ્પિટલના કર્મચારીઓ પણ આ મહિલા તબીબથી કંટાળી જતા લેખિત ફરિયાદ કરી ચુક્યા છે.
નવસારી
રાજ્યમાં સારી સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બનીને કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. જેમાં, સરકાર તબીબોને પણ સારો પગાર આપી રહી છે. ત્યારે, તબીબોએ પોતાની ફરજ નિષ્ઠાથી કરવાની હોય છે. પણ ,એક સાથે બધા જ દર્દી અને હોસ્પિટલના કર્મચારીઓ મહિલા તબીબના આ વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. તે જ મહિલા તબીબને સ્વભાવ કેવો છે તેનાથી વાકેફ કરે છે.