ગુજરાત

gujarat

ETV Bharat / state

Biporjoy Cyclone Update : દરિયાકાંઠે ફરતું બિપરજોય વાવાઝોડાને લઈને નવસારી તંત્ર એ લોકોને આપી સુચના - Gujarat sea coast biporjoy Cyclone Update

બિપરજોય વાવાઝોડાના પગલે અનિચ્છનીય ઘટના ન બને તે માટે નવસારીનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયામાં ગયા હોય તો પરત બોલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે.

Biporjoy Cyclone Update : દરિયાકાંઠે ફરતું બિપરજોય વાવાઝોડાને લઈને નવસારી તંત્ર એ લોકોને આપી સુચના
Biporjoy Cyclone Update : દરિયાકાંઠે ફરતું બિપરજોય વાવાઝોડાને લઈને નવસારી તંત્ર એ લોકોને આપી સુચના

By

Published : Jun 7, 2023, 10:15 PM IST

બિપરજોય વાવાઝોડાના પગલે અનિચ્છનીય ઘટના ન બને તે માટે નવસારીનું વહીવટી તંત્ર એલર્ટ

નવસારી : ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે, ત્યારે દરિયાકાંઠે મંડળાતું બિપરજોય વાવાઝોડાના પગલે નવસારીનું વહીવટી તંત્ર એલર્ટ પણ થઈ ગયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને દરિયા કિનારે ન જવા માટે અપીલ સાથે ખલાસીઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાયા છે. જે માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં ગયા છે તેઓને પણ પરત બોલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે. આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત હાલ નથી.- કેતન જોશી (અધિક કલેકટર)

દરિયા કિનારા પર બંદોબસ્ત : હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરિયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયા કિનારે ન જવા માટે અપીલ કરાય છે. નવસારી જિલ્લાના બીલીમોરાના માછીવાડ ધોલાઈ સહિતના વિસ્તારોમાં ખલાસીઓને દરિયામાં ન જવા માટે સૂચના અપાઈ છે. તમામ અધિકારીઓને પોતાનું હેડકવાટર ન છોડવા કલેકટર દ્વારા સૂચના અપાય છે.

સતત મોનિટરિંગ :આ સાથે જ જે માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયા છે તેમને પણ પરત બોલાવવાની કામગીરી કરાઈ રહી છે. નવસારી જિલ્લા નાયબ કલેકટર અને તેમની ટીમ દ્વારા આ અંગે સતત મોનિટરિંગ કરીને સંભવિત વાવાઝોડાની પહેલા તમામ કામગીરીને આખરી ઓપ અપાયો છે. નવસારી જિલ્લામાં NDRF ની હાલ કોઈ જરૂરિયાત નહીં હોવાનું અધિક કલેકટર દ્વારા જણાવાયું છે.

  1. Biporjoy Cyclone Update : બિપોરજોય વાવાઝોડાના કારણે સુરતના 42 ગામ એલર્ટ કરાયાં, 12 ગામ સૌથી વધુ પ્રભાવિત થશે
  2. Ahmedabad News: પૂર, ભુકંપ અને વાવાઝોડા સહિત VVIP બંદોબસ્તમાં કોમ્યુનિકેશન માટે ખાસ વાહન તૈયાર
  3. Cyclone Biparjoy Update: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને એક્શન પ્લાન તૈયાર

ABOUT THE AUTHOR

...view details