ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain In Navsari :નવસારીને જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં થયો ગરકાવ

ખેરગામ તાલુકામાં ભારે વરસાદના પગલે નવસારી (Rain In Navsari) ખેરગામને જોડતો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેથી આજુબાજુના દસ ગામો પ્રભાવિત થયા છે.

Rain In Navsari :નવસારીને જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં થયો ગરકાવ
Rain In Navsari :નવસારીને જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં થયો ગરકાવ

By

Published : Jul 10, 2022, 2:43 PM IST

નવસારી: ખેરગામ તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા વલસાથી નવસારીને (Rain In Navsari) જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થતા દસ ગામો પ્રભાવિત થયા છે. છેલ્લા બે દિવસથી ખેરગામ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નાંધઈ ગામ પાસે આવેલા ઔરંગા નદીનો ગરગડીયો પુલ નદીના પાણીમાં ગરકાવ થયો હતો.

Rain In Navsari :નવસારીને જોડતો ઔરંગા નદીનો ગરગડીયો પુલ પાણીમાં થયો ગરકાવ

આ પણ વાંચો:Rain In Valsad : વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા લોકોને કરાયા સ્થળાંતરિત

ઔરંગા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું :ઔરંગા નદીનું જળસ્તર વધતા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ સાથે પાણીમાં પુલ ગરકાવ થતા આજુબાજુના દસ ગામોને પુલ પર અવરજવર ન કરવા માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો. નવસારી અને વલસાડને જોડતો આ પુલ બંધ થવાથી 10 ગામોના નોકરિયાત અને ખેડુત વર્ગને પોતાના કામો છોડી ઘરે રહેવાનો વારો આવ્યો હતો.

ખેરગામ તાલુકામાં વરસાદ યથાવત : ઉપરવાસમાં વરસાદને કારણે ઔરંગા નદી પર આવેલો ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થતા વહીવટી તંત્ર દ્વારા નદી કે બ્રિજ પર ન જવાની સૂચના આપવામાં આવી હતી. તમામ સ્થિતિઓ પર વહીવટી તંત્રએ ચાપતી નજર ગોઠવી હતી. છેલ્લા બે દિવસથી ખેરગામ તાલુકામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી આંકડાઓની વાત કરીએ તો તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. હાલ પણ ખેરગામ તાલુકામાં વરસાદ યથાવત ચાલું છે.

આ પણ વાંચો:નવસારીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, રસ્તાઓ ધોવાતા 10 ગામો થયા પ્રભાવિત

ABOUT THE AUTHOR

...view details