ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Gram Panchayat Elections 2021 : નવસારીમાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના

નવસારી જિલ્લામાં (Navsari District Gram Panchayat Elections 2021 ) 273 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે આવતીકાલ 19 ડીસેમ્બરની સવારથી ચૂંટણી જંગ (Gujarat Gram Panchayat Elections 2021) ખેલાશે. આજે પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી (Ballot voting Paper 2021) સાથે મતદાન મથકો માટે રવાના કરવામાં આવ્યો છે.

By

Published : Dec 18, 2021, 7:31 PM IST

Updated : Dec 18, 2021, 8:25 PM IST

Gujarat Gram Panchayat Elections 2021 : નવસારીમાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના
Gujarat Gram Panchayat Elections 2021 : નવસારીમાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના

નવસારી : ગ્રામ પંચાયતોની ચૂંટણીને (Gujarat Gram Panchayat Elections 2021) હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં (Navsari District Gram Panchayat Elections 2021 )273 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે આવતી કાલ સવારથી ચૂંટણી જંગ ખેલાશે. જેના માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી (Ballot voting Paper 2021) સાથે મતદાન મથકો માટે રવાના કરવામાં આવ્યો છે.

Navsari District Gram Panchayat Elections 2021 ની કામગીરી માટે સ્ટાફ રવાના થયો હતો

ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા 2,000 મતપેટી

નવસારી જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gujarat Gram Panchayat Elections 2021) આવતીકાલે થશે. જેમાં નવસારી તાલુકામાં 33 ગામો, જલાલપોર તાલુકામાં 36 ગામો, ગણદેવી તાલુકામાં 51 ગામો, ચીખલી તાલુકામાં 62 ગામો, વાંસદા તાલુકામાં 65 ગામો અને ખેરગામ તાલુકામાં 22 ગામોનો સમાવેશ થાય છે. તમામ ગામોમાં સરપંચ અને વોર્ડ સભ્યો માટે આવતી કાલે સવારે 7:00 વાગ્યાથી મતદાન મથકો પર મતદાન (Ballot voting Paper 2021) શરૂ થશે. જેના માટે આજથી પોલીંગ સ્ટાફને મતદાન સામગ્રી (Navsari District Gram Panchayat Elections 2021 )સાથે રવાના કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Gram Panchayat Elections 2021 : વલસાડમાં 393 ગ્રામ પંચાયત માટે 815 સરપંચના ઉમેદવાર મેદાનમાં, કાલે મતદાન

વહીવટી સ્ટાફ ફાળવાયો

જિલ્લામાં ચૂંટણી માટે (Gujarat Gram Panchayat Elections 2021) 4900 વહીવટી સ્ટાફ ફાળવાયો છે. આજે તાલુકા કક્ષાના મતદાન ડિસ્પેચ સેન્ટરો પરથી જિલ્લાના 97 રૂટ પર 100 સુપરવાઇઝર સાથે વિભિન્ન વાહનોમાં 756 મતદાનકેન્દ્રો પર પોલિંગ સ્ટાફ મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ (Navsari District Gram Panchayat Elections 2021 ) પેપરથી યોજવામાં આવશે. જેથી દરેક મતદાન મથકો પર એક મોટી અને એક નાની એમ મત પેટી (Ballot voting Paper 2021) ગોઠવવામાં આવશે. તંત્ર દ્વારા 2000 મતદાન પેટીની (Ballot voting Paper 2021) વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: પાટણ જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ, રવિવારે 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી

મતદાન મથકો પર 1994 સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો

જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી (Gujarat Gram Panchayat Elections 2021) સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક, 3 નાયબ પોલીસ અધિક્ષક, 6 ઇન્સપેક્ટર, 29 સબ ઇન્સ્પેક્ટર, 695 પોલીસકર્મી, 1087 GRD અને હોમગાર્ડ તથા 32 SRP જવાનો મળી કુલ 1994 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે જિલ્લામાં 104 અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો (Sensitive polling stations in Navsari 2021 ) તારવવામાં આવ્યા છે. જ્યાં સુરક્ષાને ધ્યાને લઇ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. એકંદરે શાંતિપૂર્ણ (Navsari District Gram Panchayat Elections 2021 ) માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

Last Updated : Dec 18, 2021, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details