નવસારી : નવસારીની જિલ્લાની ચાર વિધાનસભા પૈકી વાંસદા વિધાનસભા (Congress campaign in Vansda) પર સૌની નજર છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની બિગ ફાઈટ થવાની છે. કોંગ્રેસ કોઈપણ ભોગે આ બેઠક જાળવી રાખવા માટે મેદાને પડી છે, ત્યારે ભાજપ પણ આ સીટ કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે અવનવા ખેલ કરતી આવી છે તેથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પ્રચારનો ભૂત માથે ચડ્યો હતો હોય તેમ પ્રચાર માટે થનગની રહ્યા છે. (GRD troopers campaigning in Vansda)
ચૂંટણી ઉંમગને કાબુમાં રાખો! કોંગ્રેસના ખેસે લીધો નોકરીનો ભોગ
વાંસદામાં ચાર હોમગાર્ડ અને GRD જવાનોને કોંગ્રેસનો (Congress campaign in Vansda) ખેસ ધારણ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ ખળભળાટ મચી ગઈ હતી. આ બાબતે જિલ્લા પોલીસ વડાને જાણ (GRD troopers campaigning in Vansda) થતા તેઓને સસ્પેન્ડ કર્યાના સૂત્રો સામે આવ્યા છે. (Gujarat Assembly Election 2022)
સિવિલ ડ્રેસમાં પ્રચાર પ્રચારના ઉમંગમાં ક્યારેક સરકારી કામ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ રાજકીય પાર્ટીના પ્રચારમાં જોતરાઈ જતા હોય છે, ત્યારે તેઓ પર શિક્ષાત્મક કાર્યવાહી પણ થતી હોય છે. આ જ પ્રકારની ઘટના વાંસદા તાલુકામાં જોવા મળી છે. કોંગ્રેસના પ્રચારમાં ચાર જેટલા હોમગાર્ડ અને GRD જવાનોના સિવિલ ડ્રેસમાં કોંગ્રેસનો પ્રચાર કરતા હોય તેવા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવતા તેમને સસ્પેન્ડ કર્યા છે. (Vansda assembly seat)
નાગરિકોમાં ચૂંટણીનો ઉંમગ રાજકીય પાર્ટીનો પ્રચાર કે પાર્ટી જોઇન ન કરવાની લઈને સરકારી પરિપત્ર હોવા છતાં એ પોલીસની સાથે શહેરીજનોની રક્ષા કરતા હોમગાડે કે GRD જવાનોનું ચૂંટણી સમયે રાજકીય પાર્ટીનું સમર્થન કરતા હોવાની વાત સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણીનો માહોલ રંગેચંગે જામ્યો છે. ત્યારે નાગરિકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરતું આ પ્રકાર સરકારી કર્મીનો ફોટો વાયરલ થતા નોકરીનો ભોગ લેવાના સુત્રો મળી રહ્યા છે. (Gujarat Assembly Election 2022)