ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો બોલો : ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવ્યું

વાંસદા તાલુકાના વાટી ગામે ગ્રામજનોએ ચૂંટણી (elections Boycott in Navsari) બહિષ્કારોના બેનરો લગાડી દીધા છે. વાટી ગામના લોકોની સમસ્યાના નિવારણ ન આવતા ગામલોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું મન બનાવી લીધું છે. (Gujarat Assembly Election 2022)

લ્યો બોલો : ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવ્યું
લ્યો બોલો : ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવ્યું

By

Published : Nov 12, 2022, 4:13 PM IST

નવસારી :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેટલાક વિસ્તારોમાં ચૂંટણી (elections Boycott in Navsari) બહિષ્કારના બેનરો લાગી ગયા છે. ત્યારે નવસારી અને ડાંગ જિલ્લાનો જોડતા નદીના પુલને લઈને વાટી ગામેથી ચૂંટણી બહિષ્કારનો સુર સામે આવ્યો છે. કાળાઆંબા વાટી ગામને જોડતા ઉપર પુલ ન બનતા ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. જો પુલનું નિર્માણ કરવામાં આવે તો આસપાસના વિસ્તારના ખેડૂતો, નોકરિયાત, વિદ્યાર્થીવર્ગ ને અવરજવર કરવા માટેની સમસ્યાનું નિરાકરણ થાય એમ છે. જેથી તંત્ર દ્વારા નદી પર પુલનું નિર્માણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. (Ambika river bridge at Vati village)

ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવ્યું

ગામલોકોની માંગણી ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામને જોડતા આ રસ્તા પર વર્ષોથી બ્રિજની માંગણી કરવામાં આવી છે. પરંતુ, આજદિન સુધી તેઓની માંગણી સંતોષાય નથી. આ ગામના લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ તેમજ મેડિકલ જેવી જરૂરિયાતો માટે નદી ઓળંગીને જવું પડતું હોય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ નાજુક બની જાય છે. ચારથી છ મહિના સુધી અહીં રસ્તા પર પાણી વધુ હોવાથી રસ્તો પણ બંધ થઈ જતો હોય છે તેથી ગ્રામજનો વહેલી તકે અહીં પુલ બની જાય તેની આશા સેવી રહ્યા છે. (Election boycott banners in Gujarat)

પુલ બને તો સમસ્યાનું નિરાકરણ આવેઉલ્લેખનીય છે કે આ પુલ નવસારી અને ડાંગ (Election boycott in Dang) જિલ્લાની જોડતી અંબિકા નદીનો પુલ છે. ત્યારે ગ્રામલોકોનીમાંગણી ન સંતોષાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા તાલુકાના કાળાઆંબા-વાટી, ખરજઈ, સાદડ દેવી અને ડાંગ જિલ્લાના બોરીગાવઠા, ચીકાર, ડુંગરરડા ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટેનું મન બનાવ્યું છે. લોકોએ પુલ નહીં તો મત નહીં ના બેનર લગાવી ચૂંટણીમાંમતદાન બહિષ્કાર (Boycott vote) કરવાના બેનર લગાવીને વિરોધ સામે આવ્યો છે (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details