લોકડાઉનમાં અટકેલું બોર્ડ પરીક્ષા ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય શરૂ - બોર્ડ પરીક્ષાઓ
કોરોનાની મહામારીને કારણે જાહેર થયેલાં લોકડાઉનને કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીનું કામ અટવાઈ પડ્યું હતું. જોકે હવે લોકડાઉન-2માં નવસારી જિલ્લાના 5 કેન્દ્રો પર 500 શિક્ષકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી, બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કર્યું છે, જેથી સમયે પરિણામ જાહેર કરી શકાય.

લૉક ડાઉનમાં અટકેલું બોર્ડ પરીક્ષા ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય શરૂ
નવસારી: માર્ચ 2020માં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેની ઉત્તરવાહીઓની ચકાસણી શરૂ થવાના સમયે જ કોરોનાની મહામારીને કારણે જાહેર થયેલા લૉક ડાઉનને કારણે અટકી પડી હતી. લૉક ડાઉન લંબાતા બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ પણ લંબાવાની સંભાવના વધતાં શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરાયું છે. જેમાં નવસારી જિલ્લાના 5 કેન્દ્રો પર 500 શિક્ષકો દ્વારા ઉત્તરવાહીઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે.