- નવસારીમાં મંગળવાર 144 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી
- જિલ્લામાં મંગળવારે 129 લોકો થયા કોરોના પોઝિટીવ
- કોરોનાને કારણે 6 દર્દીઓના થયા મૃત્યું
નવસારી : એપ્રિલ મહિનામાં હાહાકાર મચાવનાર કોરોના હવે ધીમો પડયો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો સાથે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. મંગળવારે કોરોના પોઝિટીવ કેસ કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધુ હતી. નવસારીમાં મંગળવારે 144 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે આરોગ્ય વિભાગના ચોપડે મંગળવારે 6 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.
નવસારીમાં કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા 4060 થઈ
એપ્રિલ મહિનામાં કોરોનાએ ગતિ પકડી અને નવસારી જિલ્લામાં કોરોનાનો આંક 5000ને પાર કરી ગયો હતો. જોકે હાલના દિવસોમાં કોરોના સંક્રમણનું જોર થોડુ ઘટ્યું હોય તેવુ લાગી રહ્યું છે. હવે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેમાં મંગળવારે પ્રથમવાર જિલ્લામાં નોંધાયેલા કોરોના પોઝિટીવ કેસો કરતા કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધી છે. નવસારીમાં મંગળવારે 144 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નવસારીમાં મંગળવારે વધુ 129 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 1238 પર પહોંચ્યો છે. બીજી તરફ કોરોનામાં મૃત્યુ પણ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના ચોપડે નવસારીમાં મંગળવારે મે મહિનાના સૌથી વધુ મૃત્યુ નોંધાયા, જેમાં ચીખલી તાલુકામાં 4 અને ગણદેવી તાલુકામાં 2 મળી કુલ 6 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.