નવસારી :હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારીમાં મેઘરાજાએ સારી બેટિંગ સામે આવી રહી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન (Rain in Navsari) ઠપ થઈ ગયા છે. નવસારીના વાંસદામાં આભ ફાટ્યું હોય એવો દ્રશ્ય પણ સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ સામે આવતા 2 NDRFની ટીમ તૈનાત કરાઈ રહી છે. તો બીજી તરફ પુરની ભયાવહ પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યુ છે.
આભ ફાટ્યું : લોકો પોતાના ઘર બચાવવાને લઈને દુ:ખીના દાળિયા નદીઓમાં ઘોડાપૂર -વાંસદા તાલુકામાં 16 ઇંચ વરસાદ વરસતા કેટલાક ગામો પ્રભાવિત થયા છે. પરંતુ સુખાબારીથી રંગપુર જતો માર્ગનો પુલનો આગળનો ભાગ વરસાદી પાણીમાં ધોવાયા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. તો ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર આવ્યું છે. ભારે વરસાદના કારણે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદી કિનારાના ગામડાઓ અને નવસારી (Rain update in Gujarat) તથા બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન વાળા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને લઈને બે NDRF ની ટીમ તૈનાત કરાઈ છે. સુરત અને વલસાડથી વધુ બે NDRFની ટૂકડી બોલાવાઈ છે.
ચીખલીમાં તાત્કાલિક એરલીફટ કરવાનો નિર્ણય આ પણ વાંચો :અમદાવાદના રસ્તાઓ પર આ શું થઈ રહ્યું છે ? સર્જાયો ગ્લેશિયર જેવો માહોલ
લોકો ઘર બચાવવાને લઈને ચિંતામાં - વાંસદા તાલુકાના (Gujarat Weather Prediction) ખાસ કરીને ડુંગરાળ વિસ્તારનું પાણી સીધું નીચે ઉતરતું હોય અને લોકોના કાચા મકાનોમાં સીધું દાખલ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મોટાભાગે કાચા મકાનોમાં લોકોને પોતાનું ઘર કઈ રીતે બચાવું તે પણ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ જ્યાં પાલિકાના ફાયર વિભાગને પહોંચવામાં તકલીફ પડે એ સ્થળે NDRFની ટીમો કામે લાગી છે. નવસારી શહેરના પરોઠા બજાર વિસ્તારમાં વધુ પાણી ભરાતા દંપતિઓને NDRFની ટીમે રેસ્ક્યુ કરી (Navsari NDRF Operation) સલામત સ્થળે ખસેડી હતી.
2 વર્ષના છોકરાઓનું કરાયું રેસ્ક્યુ આ પણ વાંચો :રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ
જિલ્લાની પરિસ્થિતિ - જિલ્લામાં પુરને પગલે 14 હજાર લોકોનું સ્થળાંતર કરાવાયું છે. નેશનલ હાઇવે નં. 48 પર ચીખલી-આલીપોર માર્ગ પર કાવેરી નદીમાં પુરને કારણે પાણી ફરી વળતા હાઇવે બંધ કરાવાયો છે. નવસારીના નવીનનગરમાંથી (NDRF rescue in Gujarat) NDRF ની ટીમે 8 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તો વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે ફસાયેલા 21 લોકોનું બીલીમોરા સ્થિત NDRF ની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. તેમજ જિલ્લામાં (Moonsoon Gujarat 2022) પોલીસ દ્વારા પણ નદી કિનારા સાથે રસ્તાના પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવાય ગયો છે.
નદીનું રૌદ્ર સ્વરૂપ - નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં કાવેરી નદીએ (Kaveri river) ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચીખલીના નદી મોહલ્લા વિસ્તારમાંથી પોલીસે રેસ્ક્યુ ચાલુ કરવું પડ્યું હતું. ચીખલી પોલીસના PSI એસ.જે.કડીવાળા દ્વારા 2 વર્ષના છોકરાઓનું રેસ્ક્યુ કરાયું સામે આવ્યું હતું. રૌદ્ર સ્વરૂપને લઈને NDRFની (Rescue in Chikhli) ટીમ ચીખલી પહોંચી છે.
સાતથી આઠ બચાવ્યા - ચીખલીની કાવેરી નદી નજીક આવેલા નદી મહોલ્લામાંથી 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ચીખલી પંથકના કેટલાક વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને જરૂરી થઈ પડ્યું હતું. જેમાં NDRFની ટીમ પણ પહોંચી ન શકે તેવી સ્થિતી ઉત્પન્ન થતા જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક એરલીફટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં હેલિકોપ્ટર દ્વારા ખૂંદ અને ગોલવાડ વિસ્તારમાંથી સાતથી આઠ લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા હતા.
રેસ્ક્યુ ઓપરેશન બરકરાર - ચીખલીમાં સ્મશાનભૂમિ પાછળ પૂરના પાણીમાં ફસાયેલા 25 લોકોને બચાવવા માટે દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લઇ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. સાકકપોરના ગોલવાડમાં ફસાયેલા 45 લોકોને બચાવવા NDRFનું રેસ્ક્યુ ઓપરેશન પણ જોવા મળી રહી રહ્યું છે. નવસારી જિલ્લામાંથી રેસ્ક્યુ (Chikhli Helicopter rescue) કરીને સેનાના હેલિકૉપ્ટર મારફતે અસરગ્રસ્તોને સુરત એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે. તેઓને સુરત ખાતે જરૂરી વ્યવસ્થા શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે.