નવસારી:મુસાફરોને કારમાં લિફ્ટ આપ્યા બાદ તેમને ધમકાવી રોકડ તેમજ કિંમતી સામાન લુંટી લેનારી ટોળકી ઝડપાઇ છે. ત્રણે આરોપીઓ ગુનાહિત વૃત્તિ ધરાવતા હોય તેમજ લૂંટ મોજશોખ માટે કરી હોય એવું પ્રાથમિક તારણ પોલીસ લગાવી રહી છે. જોકે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે. સમગ્ર મુદ્દે અંકિત ચૌધરીએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતા સતર્ક બનેલી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે swift કાર શોધી કાઢી હતી.
હાઇવે પર લિફ્ટ માંગતા લૂંટાયો: નેશનલ હાઇવે નં. 48 સતત વાહનોથી ધમધમતો રહે છે. ત્યારે આ હાઇવે પર વિવિધ ગુનાઓ પણ થતા રહે છે. રાત્રી દરમિયાન ઘણા મુસાફરો પોતાના ગંતવ્ય પર જવા લિફ્ટ લેતા હોય છે, ત્યારે આવા મુસાફરોને લિફ્ટ આપી તેમને ડરાવી ધમકાવી રોકડ તેમજ કીમતી સામાન ચોરતી ટોળકી સક્રિય હોવાની ફરિયાદો પણ રહી છે. ત્રણ દિવસ અગાઉ હાઇવે પર આવેલી રામદેવ હોટલનો રસોઈયો અંકિત ચૌધરી સુરતના કડોદરા જવા માટે નીકળ્યો હતો. અંકિતને પગમાં તકલીફ હોવાથી ઓપરેશન કરાવવાનું હોય તેની પાસે રોકડ પણ હતી. ત્યારે અંકિત પાસે એક સફેદ રંગની swift કાર આવીને ઊભી રહી અને તેને લિફ્ટ આપી હતી. કારમાં બેઠા બાદ કારમાં સવાર ઈસમોએ અંકિતને ઢોલ ઠાપટ તેને ધમકાવ્યો હતો અને તેની પાસેથી 37,000 રોકડા અને 5000 રૂપિયાનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. બાદમાં અંકિતને હાઈવે પર આરક સિસોદ્રા ગામ પાસે ઉતારી ભાગી છુટ્યા હતા. સમગ્ર મુદ્દે અંકિત ચૌધરીએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતા સતર્ક બનેલી પોલીસે ટેકનીકલ સર્વેલન્સ આધારે swift કાર શોધી કાઢી હતી.
આ પણ વાંચોAhmedabad news: ટાટા મોટર્સના વેરહાઉસમાંથી 57 લાખના રિમોટની ચોરી કરનારા ઝડપાયા