નવસારીસમગ્ર દેશમાં હાલ ગણેશ ઉત્સવ ધામધૂમથી લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાંથી ગણેશજી સાથે મુગલ સમ્રાટ ઔરંગઝેબનો સંબંધ સામે આવ્યો છે.મુગલ સમ્રાટ ઔરંગઝેબ પોતાના શાસન દરમિયાન (Ganesh Festival 2022 in Navsari) ઘણા મંદિરો તોડ્યા હતા, પરંતુ નવસારીની નજીક આવેલા સિસોદ્રા ગણેશ મંદિરના બાપાએ ઔરંગઝેબને એવો પરચો બતાવ્યો હતો કે, સમ્રાટે પોતે અહીં મંદિરના નિભાવ પેટે 20 વીઘા જમીન દાનમાં આપી હતી.
શું હતી ઘટના સને 1660-62ના અરસામાં નવસારી પંથકમાં પણ મુગલ સમ્રાટ ઔરંગઝેબનું શાસન હતું. એવુ કહેવાય છે કે, ઔરંગઝેબે તેના શાસનમાં મંદિરો તોડ્યા હતા, ત્યારે તેની નજર 1662માં નવસારીને નજીક આવેલા સિસોદ્રાના ગણેશ મંદિર ઉપર પણ પડી હતી. ઔરંગઝેબના સિપાહીઓ ગણેશ સિસોદ્રાના મંદિર ઉપર હુમલો કરવા આવ્યા હતા. પરંતુ અહીં ઝેરી ભમરાઓ અચાનક નીકળી આવ્યા હતા અને સિપાહીઓને (temple attack in gujarat) ભગાડ્યા હતા. આ વાતની જાણ ઔરંગઝેબને થતા તેઓએ મંદિર તોડવાનું તો માંડી વાળ્યું હતું, સાથે ગણપતિના હાજર હજૂર હોવાનો પુરાવો મળતા મંદિરના રાખવા માટે ત્યાંની 20 વિઘા જમીન પણ બક્ષિસ આપી દીધી હતી.
આ પણ વાંચોગણપતિ મૂર્તિ વિસર્જન માટે 50થી વધુ કુંડ બનાવ્યા, AMCનો કરોડોનો ખર્ચ