ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી જિલ્લામાં ગાંધી મેળાનું આયોજન કરાયું - નવસારી જિલ્લામાં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું

નવસારી: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, સુતી ખાદી, ઉની ખાદી, રેશમ ખાદી, પોલી વસ્ત્ર, શુદ્ધ ખાદી તથા હસ્તકલાની વસ્તુઓને જગ્યા આપવામાં આવી છે, અને લોકો હોંશે હોંશે ગાંધી મેળાનો આનંદ મેળવતા જોવા મળે છે.

ગાંધી મેળો

By

Published : Oct 20, 2019, 2:42 PM IST

ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન સ્વદેશી બનવા ઉપરાંત વિદેશી વસ્તુઓનો બહિસ્કાર કરવા માટે લોકોને વિનંતી કરીં છે. અને આ જ કારણે વિદેશી કાપડની હોળી કરીં હતી. નવસારી જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર પંથકના લોકો ખાદી ખરીદવા માટે ઉમટી પડ્યા છે.

નવસારી જિલ્લામાં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું

લોકો દરવર્ષે ખાદી મેળાની રાહ જોતા હોય છે. જેના પરથી લોકોનો ખાદી અને ગાંધી પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય છે. ગાંધી જ્યંતિ 150 અંતર્ગત નવસારીમાં, નવરાસી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી અને ગાંધી વિચારના સંયુક્ત ઉપક્રમે આ ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારીની 'દાબુ લો' કોલેજ ગ્રાઉન્ડમાં ખાદી ગ્રામોદ્યોગના 52 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું, જેથી કરીને ગ્રામ્ય ક્ષેત્રના ખાદી અને ગ્રામોદ્યોગોને ઘર આંગણે રોજી-રોટી મળી રહે. અને એના પરથી જ તો ગાંધીજીનો છેવાડાના માનવીનો કોન્સેપ્ટ સાકાર બને છે.

ગાંધી 150 અતર્ગત કરવામાં આવેલા ગાંધી મેળામાં સુતી ખાદી, ઉની ખાદી, રેશમ ખાદી, પોલી વસ્ત્ર, શુદ્ધ ખાદી તથા હસ્તકલાની વસ્તુઓને જગ્યા આપવામાં આવી છે, અને લોકો હોંશે હોંશે ગાંધી મેળાનો આનંદ મેળવતા પણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details