ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણદેવીવાસીઓને સરકારની દિવાળી ભેટ, 6.02 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયુ - latestgujaratinews

નવસારી: ગણદેવીનગર પાલિકાના રૂપિયા 6.02 કરોડના 50 વિકાસકામોનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં રૂ 1.15 કરોડનું અધ્યતન ફાયર સ્ટેશન રૂ1.78 કરોડના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રૂ 1.39 કરોડના ખર્ચે પેવર બ્લોક, રૂ.25.15 લાખના ખર્ચે બે બગીચા ફરતે કમ્પાઉન્ડ વોલ, તેમજ રૂ 47.51 લાખના ખર્ચે 11 હાયમસ ટાવરોની રોશનીથી શહેર જગમગશે.

etv bharat navsari

By

Published : Oct 22, 2019, 2:59 PM IST

સરકારે દિવાળી સમયે રૂ.6,02,74,462ના ખર્ચે વિકાસ કામો હાથ ધરતા ગણદેવીવાસીઓમાં આનંદ વ્યાપ્યો હતો. રૂ.6,02,74,462ના ખર્ચે 7 યોજનાઓ અંતર્ગત વિવિધ 50 વિકાસ કામો હાથ ધરાયા હતા. સાંસદ સી.આર.પાટીલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનકલ્યાણ યોજનાઓની ઝાંખી કરાવી હતી. નગરપાલિકા કચેરી સામે રૂ. 1,1564,262ના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન, 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 1,78,83,365ના ખર્ચે 12 વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સુવિધા ઉભી કરાશે. 14મી નાણાપંચની ગ્રાન્ટમાંથી શહેરના 11 સ્થળો હાઇમસ ટાવરની રોશનીથી ઝગમગશે.

ગણદેવીવાસીઓને સરકારની દિવાળી ભેટ

સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના હેઠળ રૂ 1,39,88,216ના ખર્ચે 12 સ્થળોએ બ્લોક પેવિંગ, વિકેન્દ્રીત ગ્રાન્ટ માંથી 2 સ્થળોએ ડ્રેનેજની સુવિધા રૂ 25,15,74125ના ખર્ચે 2સ્થળોએ કમ્પાઉન્ડ વોલ, 14માં નાણાપંચની ગ્રાન્ટ માંથી વધુ 12 સ્થળોએ પેવરબ્લોક રોડ, અને 1,35,96,185ના ખર્ચે શહેરના 7 માર્ગોને રિસરફેસીંગ, કેટઆઈ અને થર્મોપ્લાસ્ટ પેઇન્ટ થકી ચકચકિત કરાશે. આમ રૂ. 6.02 કરોડના ખર્ચે 50 વિકાસ કામો હાથ ધરાયા.

ABOUT THE AUTHOR

...view details